વડદલા ગામ પાસે ટેક્ધરમાંથી કેમિકલ સગેવગે કરતા ડ્રાઈવરની પોલીસે ધરપકડ કરી

55

ભરૂચ જિલ્લામાં કેમિકલ સગેવગે કરવાના ગુના મોટા પાયે થઈ રહૃાા છે. ત્યારે વડદલા પથક પાસે ટેક્ધરમાંથી કેમિકલ સગેવગે કરતા ડ્રાઈવરને એસ.ઓ.જી પોલીસે ઝડપી પાડ્યો હતો. તેમજ ટેક્ધર સહિત આશરે રૂ.૧૨ લાખની મતા પોલીસે જપ્ત કરી દીધી છે. ભરૂચ પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાની સુચના અને માર્ગદર્શનના આધારે એવી માહિતી મળી હતી કે, ભરૂચજિલ્લાના ઔદ્યોગિક એકમોમાંથી અન્ય રાજય અને શહેરોની જી.આઇ.ડી.સી.માં કેમિકલની હેરાફેરી કરતા ટેક્ધર ચાલકો હાઇવે પરથી પસાર થાય છે. જેઓ ગમે ત્યાં ચોરી છુપીથી ટેક્ધરોમાંથી કેમિકલ ચોરી કરી અને ગેરકાયદેસર પ્રવૃતિ આચરતા રહેતા હોય છે, જે વાતની જાણ કંપનીઓ તરફથી પોલીસ તંત્રને કરવામાં આવતી રહેતી હોય છે.

જેના કારણે એસ.ઓ.જી. પીઆઈ કે.ડી.મંડોરાએ પોતાની ટીમને આ કૌભાંડને છતું કરવા કાર્યવાહી હાથ ધરી દેવા આદેશ કર્યો હતો. કુલ ૮૦ લીટર ઇથાઇલ એસટેટ કેમિકલ ચોરેલું એસ.ઓ.જી. સ્ટાફના માણસો વડદલા ગામે કાર્યવાહી કરવા આવતા પોલીસ કોંન્ટેબલોને બાતમી મળી હતી કે, વડદલા ગામની સામે આવેલા ટેક્ધરો માટેના પાર્કિંગ વાળી ખુલ્લી જગ્યામાં જી.એન.એફ.સી.ભરૂચમાંથી કેમિકલ ભરીને બહાર જતા ટેક્ધરોમાં કેટલાક ડ્રાઇવરો પોતાના ફાયદા માટે ટેક્ધરમાંથી કેમિકલ ખાલી કરી કેરબામાં ભરી રહૃાા છે અને ત્યાર બાદ બીજા અન્યને વેચી દે છે.

જે આધારે ત્યાં રેડ કરતા ટેક્ધરમાંથી ડ્રાઇવર કમલેશ રાજકુમાર બિંદે ટેક્ધરના વાલ્વનું સીલ તોડી વાલ્વ ઉપર પ્લાસ્ટિકની પાઇપ ફીટ કરીને ટેક્ધરમાંથી ઇથાઇલ એસીટેટ કેમિકલ પ્લાસ્ટિકના ચાર કેરબાઓમાં ૨૦-૨૦ લીટર લેખે કુલ ૮૦ લીટર ઇથાઇલ એસટેટ કેમિકલ ચોરી રહૃાા હતા. જેની કિંમત રૂ. ૫,૮૨૮ની છે. આશરે કુલ રૂ. ૧૨ લાખનો મુદ્દામાલ કબજેટેક્ધર તથા તેમાં ભરેલા કેમિકલને મળી કુલ મુદ્દામાલની કિંમત રૂ. ૧૧ લાખ ૯૮ હજાર ૮૯૬ હતી. ત્યાર પછી આગળ કાર્યવાહી કરતા પોલીસ ટેક્ધરના ટ્રાન્સપોર્ટ માલિકને બોલાવી વિગતવારની ફરિયાદૃ લઇ લીધી અને બન્ને આરોપીઓ સામે ગુનો ભરૂચ શહેરના સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલો છે. તેની વધુ આગળની તપાસ એસ.ઓ.જી. ભરૂચ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે.