લોકોની શ્રાવણની મજા બગડી ગઈ, સૌરાષ્ટ્રનાં અન્ય મેળા પણ રદ
દેશ-વિદેશમાં વિખ્યાત શ્રાવણયો લોકમેળો કોરોનાને કારણે આ વર્ષે પણ યોજવાનો નથી. મહામારીની ત્રીજી લહેરની આશંકાને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રનાં તમામ લોકમેળાઓ રદ કરવાનું નિર્ણય લીધો છે.
Subscribe Saurashtra Kranti here
Read About Weather here
રાજકોટ જીલ્લા કલેકટરે લોકમેળો રદ થયાના નિર્ણયની સતાવાર જાહેરાત કરી છે. રાજકોટની પાસે ઇન્શ્વરીયામાં યોજાતો લોકમેળોપણ રદ કરવામાં આવ્યો છે. રાજકોટમાં શ્રાવણ દરમ્યાન રેસકોર્સ ગ્રાઉન્ડમાં ૫ દિવસ સુધી જન્માષ્ટમીનો લોકમેળો યોજાતો હોય છે. જેમાં મહાલવા માટે એટલી જનમેદની ઉમટે છે કે મેદાન ટૂંકું પડી જાય છે. જામનગર, મોરબી અને અમરેલીનાં પણ લોકમેળા રદ કરવામાં આવ્યા છે.