લાંચ કેસમાં ચીને બેંકના પૂર્વ અધિકારીને મોતની સજા ફટકારી

એક ઉચ્ચ પ્રોફાઇલ કેસમાં ચીને બેંકના પૂર્વ અધિકારીને મોતની સજા ફટકારી છે. ૫૮ વર્ષીય લાઇ શાઓમિન, કમ્યુનિસ્ટ પાર્ટીના સભ્ય પણ હતા. સિનિયર બ્રેકિંગ રેગ્યુલેટર તરીકે કામ કરતી વખતે તેમના પર ૨૦૨૬ કરોડ રૂપિયાની લાંચ લેવાનો આરોપ હતો. કોર્ટે તેને દોષી ઠેરવ્યો હતો. એક અહેવાલ મુજબ લાઈ શાઓમિનને જાન્યુઆરીમાં કોર્ટે ફાંસીની સજા સંભળાવી હતી. શુક્રવારે તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. જો કે હજુ તે પાક્કી માહિતી સામે નથી આવી કે ફાંસીથી કે પછી કોઈ બીજી રીતે બેંક અધિકારીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે.

પૂર્વ બેંક અધિકારી પર એવો પણ આરોપ છે કે ગુપ્ત રીતે બીજું કુટુંબ શરૂ કરી લીધું હતું. તેના વતની પરિવારથી વિપરીત તે લાંબા સમયથી એક મહિલાને પત્ની તરીકે રાખીને રહેતો હતો. સિક્રેટ ફેમિલી સાથે તેનું એક બાળક પણ હતું. લાઈ શાઓમિને ૨૦૦૮થી ૨૦૧૮ની વચ્ચે ૨૦૨૬ કરોડની લાંચ લીધી હતી. શાઓમિન ચાઇના હોરોન્ગ એસેટ મેનેજમેન્ટ કો.ના અધ્યક્ષ પણ હતા. ૫ જાન્યુઆરીએ તેને ફાંસીની સજા આપવામાં આવી હતી.

શાઓમિનને ફાંસીની સજા ફટકાર્યા બાદ સુપ્રીમ કોર્ટે ચુકાદાની સમીક્ષા પણ કરી હતી. ચુકાદાની સમીક્ષા દરમિયાન જાણવા મળ્યું કે શાઓમિને સમાજને જેટલું નુકસાન કર્યું છે તે તેના સારા કાર્યો પર ભારે પડ્યા છે. આ કારણોસર, તેની મૃત્યુ સજાને યથાવત રાખવામાં આવી હતી. આ અગાઉ શાઓમિનનો એક વીડિયો પણ પ્રસારિત કરવામાં આવ્યો હતો, જેમાં તે પોતાના ગુનાની કબૂલાત કરતો જોવા મળ્યો હતો. સરકારી ટીવી ચેનલ પર પણ બતાવવામાં આવ્યું હતું કે શાઓમિનનાં બેઈનીંગમાં એપાર્ટમેન્ટનાં કેટલાંક ભાગ રોકડા પૈસાના ભરેલા મળ્યાં હતાં.