લગ્નમંડપ માંથી જાન પાછી આવી !, કારણ જાણીને આપ પણ ચોંકી જશો

લગ્નમંડપ માંથી જાન પાછી આવી !
લગ્નમંડપ માંથી જાન પાછી આવી !

લગ્નમંડપમાં દુલ્હનને જાણ થઇ કે દુલ્હાને ૨ નો ઘડીયો પણ નથી આવડતો !

આંગણે લગ્નમંડપમાં આવેલી જાન દૃુલ્હનને સાથે લીધા વગર જ પરત ફરી,

અત્યારના સમયમાં ભણતરનું મહત્ત્વ વધારે છે. લાઈફ પાર્ટનર પસંદ કરવામાં પણ પ્રાથમિકતા ભણતરને આપવામાં આવે છે. ઉત્તર પ્રદેશમાં ખોટું બોલીને લગ્ન કરી રહેલા દૃુલ્હાને પસ્તાવાનો વારો આવ્યો છે. દૃુલ્હા અને તેના પરિવારે અભ્યાસ વિશે દૃુલ્હનના પરિવારને અંધારામાં રાખ્યા અને જ્યારે અધૂરા ભણતરની વાત સામે આવી તો દૃુલ્હને લગ્ન કરવાની ના પાડી દીધી. આંગણે લગ્નમંડપમાં આવેલી જાન દૃુલ્હનને સાથે લીધા વગર જ પરત ફરી.

Subscribe Saurashtra Kranti here

આ ઘટના ઉત્તર પ્રદેશના મહોબા શહેરની છે. દૃુલ્હાને ૨નો ઘડિયો ના આવડતા દૃુલ્હને લગ્ન કેન્સલ કર્યા. પોલીસે આ કેસ વિશે જણાવ્યું, બે પરિવાર વચ્ચેના આ અરેંજ મેરેજ હતા. લગ્નમાં હાજર મહેમાનો પણ આ જોઇને દંગ રહી ગયા હતા. દૃુલ્હનનાં પરિવારજનોએ તેને મનાવવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ તેણે કહૃાું, જેનામાં બેઝિક એજ્યુકેશન ક્વોલિફિકેશન નથી તેવી વ્યક્તિ સાથે હું લગ્ન કરીને જિંદગી કેવી રીતે પસાર કરી શકું? પહેલાં તેને ગણિત શીખવાડો.

Read About Weather here

દૃુલ્હનના ભાઈએ જણાવ્યું, દૃુલ્હા અને તેના આખા પરિવારે અમને છોકરાના એજ્યુકેશન વિશે અંધારામાં રાખ્યા. તે છોકરાએ ક્યારેય સ્કૂલમાં પગ પણ મૂક્યો નહોતો. અમને છેતરવામાં આવ્યા છે. મારી બહાદૃુર બહેને પળવારનો પણ વિચાર કર્યા વગર લગ્ન કરવાની ના પાડી અને અમને બધાને તેના પર ગર્વ છે.
આ ઘટના મામલે પોલીસે કોઈ કેસ ફાઈલ કર્યો નથી. દૃુલ્હાના પરિવારે ભૂલ સ્વીકારી અને બંને પરિવાર એકબીજાને આપેલી ગિટ પરત કરી દેશે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here