રોડ સેટી સિરીઝ: શ્રીલંકા લિજેન્ડસે વેસ્ટ ઇન્ડિઝ લિજેન્ડસને પાંચ વિકેટે હરાવ્યું

દિગ્ગજ ક્રિકેટરો વચ્ચે ચાલી રહેલી રોડ સેટી વર્લ્ડ સીરિઝમાં શ્રીલંકા લિજેન્ડ્સ અને વેસ્ટઈન્ડીઝ લિજેન્ડ્સ વચ્ચે શનિવારે રમાયેલી મેચમાં શ્રીલંકાનો પાંચ વિકેટે વિજય થયો હતો. વિકેટ કિપર બેટ્સમેન ઉપુલ થરંગાની અણનમ ૫૩ રનની શાનદાર ઈનીંગની મદદથી શ્રીલંકા લિજેન્ડેસ શહીદ વીર નારાયણ સિંહ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં વેસ્ટ ઈન્ડિઝ લિજેન્ડને હરાવ્યું હતું.

વેસ્ટઈન્ડિઝે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. કેપ્ટન બ્રાયન લારાએ ૪૯ બોલમાં ૮ ફોરની મદદથી ૫૩ રન બનાવ્યા હતા અને શ્રીલંકાને ૧૫૭ રનનો ટાર્ગેટ આપ્યો હતો. તેના જવાબમાં શ્રીલંકાએ ૧૯ ઓવરમાં પાંચ વિકેટે ૧૬૦ રન બનાવી મેચ જીતી લીધી હતી. શ્રીલંકાની આ સીરિઝમાં ત્રણ મેચમાં બીજી જીત છે. શ્રીલંકા તરફથી દિલશાને ૪૭ રન, જયસૂર્યાએ ૧૨ રન બનાવ્યા હતા.

વેસ્ટઈન્ડિઝ તરફથી સુલીમેન બેને બે વિકેટ, ટિનો બેસ્ટ બે વિકેટ અને રયાન ઓસ્ટિને એક વિકેટ લીધી હતી.