2001માં કચ્છને ખેદાન મેદાન કરનાર ભયાનક ભુકંપને કોણ ભુલી શકે જયારે શહેરો સમસાન અને કબરસ્તાનમાં ફેરવાઇ ગયા હતા ત્યારે 22 વર્ષ અગાઉ કાટમાળો ઉચકીને લાશો બહાર કાઢનાર અને મૃતકોના માનભેર અંતીમસંસ્કાર કરનાર એક વિરલો હતો જેનું નામ સચિનસિંહ વાઢેર, માત્ર કચ્છ નહીં બલકે ગુજરાતભરમાં અપ્રતીમ સેવા યજ્ઞને કારણે એક સમયે ખુબ જ વિખ્યાત થઇ ગયેલા અને સેંકડો લાશોને એકલા હાથે અગ્નીસંસ્કાર આપી અને દફનાવી પુર્ણયનું ભાથુ બાંધનારા સચિનસિંહ વાઢેરનું ખુદનું જીવન એકા એક પલકવારમાં જમીન દોષ થઇ ગયું સતત લાશોની વચ્ચે રહીને અને ચારેય તરફ મોતનું તાન્ડવ જોઇને આ યુવાનને ડીપરેશન થઇ ગયું.
સ્ક્રીઝોફેનીયા નામની એક અકળ માનસીક બીમારી વાઠેરને લાગુ પડી ગઇ પરિણામ એ આવ્યું કે, આ સેવાભાવી યુવાનને તેના પરિવારોએ ઘરના પ્રાંગણમાં લોખંડની સાંકળોથી બાંધી દેવો પડયો છેલ્લા 9-9 વર્ષથી લોખંડની સાંકળોમાં કેદીની જેમ ઝકળાયેલા આ યુવાનને અંતે નખત્રાણા તાલુકાના સુખપર ગામે જઇને એક સ્વેચ્છીક સંસ્થાના યુવાનોએ છોડાવ્યો. મહિનાઓથી તેને નવડાવવામાં આવ્યો ન હતો તેમ સમાજ સેવક હેમેન્દ્ર જનસારીએ જણાવ્યું હતું. વાઢેરને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.