રેલવે કોચ આઈસોલેશન વોર્ડની ફરી માંગણી…

રેલવે કોચ
રેલવે કોચ

પહેલી લહેર દરમિયાન વિવિધ જગ્યાએ આ પ્રકારના ૫૨૩૧ રેલવે કોચ તૈયાર કરવામાં આવ્યા હતા

Subscribe Saurashtra Kranti here

દેશમાં કોરોના વાયરસના વધી રહેલા કેસો વચ્ચે ફરી એક વખતે રેલવે કોચમાં દર્દીઓની સારવાર કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.

હોસ્પિટલોમાં પથારીઓ નથી ત્યારે રેલવે દ્વારા કેટલાક સ્થળોએ ગયા વર્ષે રેલવેના કોચમાં બનાવાયેલા આઈસોલેશન વોર્ડની માંગણી ઉભી થવા માંડી છે. એક અંગ્રેજી અખબારના અહેવાલ પ્રામણે ગુજરાતની બોર્ડરને અડીને આવેલા મહારાષ્ટ્ર્ના નંદુરબાર જિલ્લામાં તંત્રે લગભગ ૯૫ કોચ અને ૧૫૦૦ બેડની માંગણી કરી છે.

જિલ્લામાં ૧૫ એપ્રિલ સુધી લોકડાઉન છે.દરમિયાન તંત્ર દ્વારા રેલવે સાથે આ માટે એમઓયુ પણ કરવામાં આવ્યુ છે. જેના ભાગરુપે ૨૦ કોચનો કોરોના હોસ્પિટલ તરીકે ઉપયોગ કરાશે. દરેક કોચમાં ૧૬ દર્દીઓને રાખી શકાશે. તેમાં ઓછા લક્ષણ વાળા દર્દીઓને દાખલ કરી શકાશે. કોચમાં ખાવા પીવાનુ અને ઓક્સિજન સિલિન્ડર પણ પહોંચાડવામાં આવશે.

Read About Weather here

ગયા વર્ષે કોરોનાની પહેલી લહેર દરમિયાન વિવિધ જગ્યાએ આ પ્રકારના ૫૨૩૧ કોચ તૈયાર કરવામાં આવ્યા હતા. જોકે તે વખતે રેલવે કોચની જરુર પડી નહોતી. જોકે હવે કોરોનાની નવી લહેરમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે ત્યારે આ રેલવે કોચ કા લાગી શકે તેમ છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here