રેમડેસિવિરની ખાલી શીશીમાં પેરાસિટામોલ !!

રેમડેસિવિરની ખાલી શીશીમાં પેરાસિટામોલ !!
રેમડેસિવિરની ખાલી શીશીમાં પેરાસિટામોલ !!

૩૫,૦૦૦ રૂપિયામાં નકલી રેમડેસિવિર ઈંજેક્શન વેચી રહી હતી

એક તરફ દેશભરમાં કોરોનાનો પ્રકોપ વધી રહૃાો છે અને સાથે જ રેમડેસિવિર ઈંજેક્શનની પણ તંગી વર્તાઈ રહી છે. ત્યારે મહારાષ્ટ્રના બારામતી ખાતેથી એક ખૂબ જ ચોંકવનારી ઘટના સામે આવી છે. બારામતી પોલીસે રેમડેસિવિર ઈંજેક્શનની ખાલી શીશીમાં પેરાસિટામોલ દવા ભરીને કોરોનાના દર્દીઓને વેચી રહેલી એક ટોળકીનો પર્દાફાશ કર્યો છે. જાણવા મળ્યા મુજબ આ ટોળકી ૩૫,૦૦૦ રૂપિયામાં નકલી રેમડેસિવિર ઈંજેક્શન વેચી રહી હતી.

Subscribe Saurashtra Kranti here

બારામતીમાં એક વ્યક્તિના સંબંધીને રેમેડેસિવિર ઈંજેક્શનની જરૂર પડી હતી. એક ખાનગી હોસ્પિટલમાં ઈંજેક્શન મળતું હોવાની જાણ થતાં તે હોસ્પિટલ પહોંચ્યો હતો. હોસ્પિટલમાં ટોળકીના સદસ્યએ તેને પોતે કોવિડ કેન્દ્રમાં કામ કરે છે તેમ કહીને ઈંજેક્શનની કિંમત ૩૫,૦૦૦ રૂપિયા કહી હતી અને ૨ ઈંજેક્શનના ૭૦,૦૦ માંગ્યા હતા.

Read About Weather here

પોલીસને આ અંગે જાણ થતા તેમણે તે આરોપીની ધરપકડ કરી હતી અને પુછપરછમાં તેણે પોતાના ૩ સાથીદારોના નામ જાહેર કર્યા હતા. ચારેય આરોપીની પુછપરછ દરમિયાન ખૂબ જ ચોંકાવનારો ખુલાસો થયો હતો. તે પૈકીનો એક આરોપી કોવિડ સેન્ટરમાં કામ કરતો હતો અને તે રેમેડેસિવિરની ખાલી શીશીઓ ભેગી કરીને પોતાના સાથે લાવતો હતો. ત્યાર બાદ તેઓ પેરાસિટામોલની ગોળીઓ પાણીમાં ઓગાળીને તે લિક્વિડ શીશીમાં ભરી દેતા હતા અને ૫,૦૦૦થી લઈને ૩૫,૦૦૦ રૂપિયામાં નકલી ઈંજેક્શન વેચી દેતા હતા.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here