બિગ બૉસ ૧૪ની વિજેતા બન્યા બાદ રૂબીના દિલેક હવે વેકેશન એન્જૉય કરવા માટે બેકરાર છે. તાજેતરમાં જ તેને સ્વિમસૂટમાં પોતાની એક તસવીર શેર કરી છે જેમાં તે બિકીનીમાં દેખાઇ રહી છે. આ તસવીરની સાથે તેને લખ્યું- વેકશન પર જવા માટે બેકરાર છુ, આ તસવીરમાં રૂબીના કલરફૂલ બિકીનીમાં દેખાઇ રહી છે, અને તે પુલની અંદર છે.
રૂબીના દિલેકે લગભગ પાંચ મહિના બિગ બૉસમાં પસાર કર્યા બાદ બિગ બૉસનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. રુબીનાની આ તસવીર પર તેના પતિ અભિનવ શુક્લા ફની રિસ્પૉન્સ આપ્યો, તેને લખ્યું- નો… અને બે તલવારોના ક્રૉસ ઇમૉજી વાળા સાઇન બનાવી. જોકે ફેન્સે રૂબીના દિલેકનો હોંસલો વધારતા કહૃાું- પ્લીઝ તમે વેકેશન પર જાઓ, અમે તમારી બ્યૂટીફૂલ તસવીરોની રાહ જોઇ રહૃાાં છીએ. બીજા એક ફેને લખ્યું- જી હા, તમારે આ બિઝી દુનિયામાંથી થોડોક સમય ચોરીને રેસ્ટ પર જવુ જોઇએ.