રાહુલ ગાંધી પહોંચ્યા અમદાવાદમાં: પીડીતોને ન્યાય અપાવવા તેઓ સરકારને ઢંઢોળશે…

રાહુલ ગાંધી પહોંચ્યા અમદાવાદમાં: પીડીતોને ન્યાય અપાવવા તેઓ સરકારને ઢંઢોળશે...
રાહુલ ગાંધી પહોંચ્યા અમદાવાદમાં: પીડીતોને ન્યાય અપાવવા તેઓ સરકારને ઢંઢોળશે...

લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધી આજે અમદાવાદ પહોંચ્યા છે. કોંગી કાર્યકરોની ધરપકડ બાદ તેઓ સાથે મુલાકાત કરી રાહુલ ગાંધી કાર્યકરોને સંબોધન કરશે. આ બાદ તેઓ રાજકોટ, મોરબી, વડોદરા, સુરતના દુર્ઘટનાગ્રસ્ત પરિવારોને મળવાના છે.

આ માટે રાજકોટના ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડના પીડીત છ પરિવારના સભ્યો અમદાવાદ પહોંચ્યા છે. મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાના પીડીત પરિવારો સાથે પણ તેઓ વાર્તાલાપ કરવાના છે. હતભાગીઓને ન્યાય માટે તેઓ સરકારને ઢંઢોળશે.

રાહુલ ગાંધી પહોંચ્યા અમદાવાદમાં: પીડીતોને ન્યાય અપાવવા તેઓ સરકારને ઢંઢોળશે… ગાંધી

લોકસભા વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધીએ હિન્દુત્વ વિશે કરેલા નિવેદનને પગલે અમદાવાદના કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે થયેલી અથડામણ, પથ્થરમારો અને હુમલાના બનાવમાં પોલીસે ભાજપ અને કોંગ્રેસની સામસામી ફરિયાદ નોંધી છે. આ ઘટનાના પડઘા દિલ્હી સુધી પડયા છે.

ગુજરાત કોંગ્રેસે વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીને ગુજરાત આવવાનું આમંત્રણ પાઠવ્યું હતું. જેના પગલે રાહુલ ગાંધી આજે અમદાવાદની ટુંકી મુલાકાતે આવ્યા છે. રાહુલ ગાંધીના આગમનને પગલે પોલીસ પણ એલર્ટ મોડમાં આવી ગઈ છે.

રાહુલ ગાંધી પહોંચ્યા અમદાવાદમાં: પીડીતોને ન્યાય અપાવવા તેઓ સરકારને ઢંઢોળશે… ગાંધી

રાહુલ ગાંધી આજે બપોરે અમદાવાદ એરપોર્ટ પર આવ્યા હતા. તેઓ અમદાવાદના ટુંકા રોકાણમાં કાર્યકરોને સંબોધન અને અસરગ્રસ્તો અને તેમના પરિવારજનોને મળશે. અમદાવાદમાં રવિવારે પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાવાની છે તે પુર્વે શનિવારે જમાલપુર મંદિર ખાતે રથોનું પૂજન કરવામાં આવે છે. રાહુલ ગાંધી આ રથપૂજનમાં જોડાય તેવું આયોજન થઈ રહ્યું છે.

રાહુલ ગાંધી પહોંચ્યા અમદાવાદમાં: પીડીતોને ન્યાય અપાવવા તેઓ સરકારને ઢંઢોળશે… ગાંધી

ગુજરાતમાં મોદીને હરાવવાની રાહુલની ચેલેન્જ સામે જવાબ આપવાનો છે : રત્નાકર
સાળંગપુરમાં યોજાયેલી ભાજપની વિસ્તૃત કારોબારીમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફેકેલો પડકાર પણ ચર્ચામાં આવ્યો હતો અને સંગઠન મહામંત્રીએ તે વિશે એક જુથ રહીને જવાબ આપવાનું આહવાન કર્યુ હતું.લોકસભામાં વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ ગુજરાતમાં ભાજપને હરાવવાનો પડકાર કર્યો હતો તે વિશે ધ્યાન દોરતા મહામંત્રી રત્નાકરજીએ કહ્યું કે રાહુલ ગાંધીને જવાબ આપવા આપણે સૌએ એક જુથ થઇને લડવાનું છે.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here