રાફેલ વિમાન બનાવતી ડસોલ્ટ કંપનીના માલિકનું હેલિકોપ્ટર ક્રેશમાં મોત

ફ્રાન્સના અબજોપતિ રાજકારણી ઓલિવિયરનું મોતથી હડકંપ મચ્યો

ભારતમાં વિવાદાદસ્પદ બનેલા વિમાન રાફેલની નિર્માતા કંપની ડસોલ્ટના માલિક ઓલિવિયરનું હેલિકોપ્ટર ક્રેશમાં મોત થઇ ગયું. ઓલિવર ફ્રાંસિસી ઉદ્યોગપતિ સર્જ દસોના સૌથી મોટા પુત્ર અને દસો કંપનીના સંસ્થાપક મોર્કેસ મોર્કેલના પૌત્ર હતા. તેમની વય ૬૯ વર્ષની હતી.

ફ્રાંસના અબજપતિ ઉદ્યોગપતિ ઓલિવિયર ડસોલ્ટ તેમની કંપની જ રાફેલ યુદ્ધ વિમાન બનાવે છે. અહેવાલો મુજબ રવિવારે ઓલિવર રજા મનાવવા ગયા હતા, ત્યારે તેમનું ખાનગી હેલિકોપ્ટર નોર્મડીમાં દૃુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું. હેલિકોપ્ટર ક્રેશમાં તેમની સાથે પાઇલટનું પણ મોત થઇ ગયું. તેમના નિધન પર ફ્રાંસના પ્રમુખ ઇમાનુએલ મેક્રોંએ શોક વ્યક્ત કર્યું છે.

ઓલિવિયર સંસદ સભ્ય પણ હતા. તેથી રાજકીય કારણોસર અને હિતોની ટક્કરની બચવા માટે તેમણે દસો કંપનીના બોર્ડમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધુ હતું. વર્ષ ૨૦૨૦માં ફોર્બ્સની સૌથી ધમિક લોકોની યાદીમાં દસોને પોતાના બે ભાઇ અને બહેન સાથે ૩૬૧મુ સ્થાન મળ્યું હતું.

ડસોલ્ટ જૂથનું એવિએશન (ઉડ્ડયન) કંપની ઉપરાંત લી ફિગારો આખબાર પણ નીકળે છે. ઓલિવિયર ફ્રાન્સની નેશનલ એસેમ્બલીમાં ૨૦૦૨માં ચૂંટાયા હતા. તેઓ રિપબ્લિકન પાર્ટી સંસદ તરિકે ફ્રાન્સના ઓઇસ અરિયાનું પ્રતિનિધિત્વ કરતા હતા. ઓલિવિયર ડસોલ્ટની કુલ સંપત્તિ આશરે ૭.૩ અબજ અમેરિકી ડોલર છે.