રાજસ્થાન સરકારનો મોટો નિર્ણય: તમામ પ્રવાસીઓનો કોરોના ટેસ્ટ થશે

ગુજરાત સહિત દૃુનિયાભરના દેશોમાં કોરોના વાયરસ ફરી એકવાર માથું ઉચકી રહૃાો છે. આ વખતે તો કોરોનાનો નવો સ્ટ્રેનને લઈને લોકોમાં વધુ ફફડાટ છે. પોતાના રાજ્યમાં કોરોના વાયરસ ફેલાતો રોકવા રાજસ્થાન સરકારે પ્રવાસીઓ માટે ખાસ જોગવાઈ લાગુ કરી છે.

રાજસ્થાન સરકારે મહત્વનો નિર્ણય લેતા જાહેર કર્યું છે કે, રાજસ્થાન આવતા તમામ પ્રવાસીઓ માટે કોરોના રિપોર્ટ ફરજિયાત કરાવવાનો રહેશે. હવે ગુજરાતીઓએ રાજસ્થાન કામ કે ફરવા માટે જવું હોય તો પહેલા કોરોના વાયરસનો ટેસ્ટ કરાવવાનો રહેશે. રાજસ્થાન સરકારના આ નિર્ણયના પગલે અરવલ્લીની ગુજરાત-રાજસ્થાન ચેકપોસ્ટ પર પ્રવાસીઓ મૂંઝાયા છે.

રાજસ્થાન સરકારે ૭૨ કલાક અગાઉનો આરટી-પીસીઆર રિપોર્ટ નેગેટિવ હોય તો જ પ્રવેશ કરશે તેવો નિયમ બનાવ્યો છે. ગુજરાતીઓેને હવે આરટી-પીસીઆર રિપોર્ટ વગર રાજસ્થાન રાજ્યમાં પ્રવેશ નહી મળે. આ માટે રાજસ્થાન સરકાર દ્વારા તાત્કાલિક અસરથી ચેકપોસ્ટ પર તપાસ શરૂ થશે. રાજસ્થાન સરકારે ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ રાજ્યોના પ્રવાસીઓ માટે નિર્ણય કરાયો છે. ત્યારે હવે રાજસ્થાન સરકારના આ નિર્ણયથી અરવલ્લીની ગુજરાત-રાજસ્થાન ચેકપોસ્ટ પર પ્રવાસીઓ મૂંઝાયા છે.

મુખ્યમંત્રી અશોક ગહેલોતની અધ્યક્ષતામાં કોવિડ-૧૯ મહામારીની સ્થિતની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગહેલોતે કહૃાું હતું કે, છેલ્લા કેટલાક દિવસોમાં સામાન્ય લોકો દ્વારા પ્રોટોકોલનું પલાન કરવામાં બેદરકારી ગંભીર ચીંતાનો વિષય છે. તેમણે સ્વાયત્ત શાસન વિભાગ અને સૂચના તથા જનસંમ્પર્ક વિભાગને જાગરુકતા અભિયાનમાં ફરી તેજી લાવવા તથા પોલીસ સહિત અન્ય વિભાગોએ આમાં સહયોગ આપવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. તેમણે કહૃાું હતું કે, ક્યાંક આપણે કોરોનાથી જીતેલી જંગ હારી ન જઈએ. એટલા માટે તમામ નિયમોનું પાલન સાવધાની રાખવી પડશે.

Previous articleરાજસ્થાનમાં દારુની દુકાનની હરાજીમાં બે મહિલાઓએ ૫૧૦ કરોડની બોલી લગાવી…!!
Next articleટ્વિટરના સીઇઓ જૈક ડોર્સીની ૫ શબ્દોની ટ્વિટની હરાજી થઇ