રાજસ્થાનમાં પાંચ બાળકોના અનાજ ભરવાની કોઠીમાં પૂરાતા મોત

9
Bikaner-Death-Child-રાજસ્થાન
Bikaner-Death-Child-રાજસ્થાન

Subscribe Saurashtra Kranti here

રાજસ્થાન પોલીસના જણાવ્યા પ્રમાણે જે કોઠીમાં બાળકોનાં મોત થયા હતા તે ખાલી હતી

પાડોશી રાજ્ય રાજસ્થાનમાં ખૂબ જ દૃુ:ખદ બનાવ બન્યો છે. જેમાં એક સાથે પાંચ બાળકોનાં મોત થયા છે. તમામ બાળકોના શ્ર્વાસ રૂંધાવાને કારણે મોત થયા છે. પાંચેય બાળકો રમતાં રમતાં અનાજ ભરવાની કોઠીમાં પુરાયા હતા. જે બાદમાં પતરાની કોઠીનું ઢાંકણું બંધ થઈ જતાં તમામનાં મોત થયા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે રવિવારે આ દૃુ:ખદૃ બનાવ બન્યો હતો. તમામ મૃતકોની ઉંમર ત્રણ વર્ષથી આઠ વર્ષ વચ્ચેની છે. રાજસ્થાન પોલીસના જણાવ્યા પ્રમાણે જે કોઠીમાં બાળકોનાં મોત થયા હતા તે ખાલી હતી. બાળકો રમતાં રમતાં એક પછી એક તેની અંદર ઉતર્યાં હતા. જોકે, અચાનક દરવાજો બંધ થઈ જતાં તમામ બાળકો અંદર ફસાયા હતા.

મળતી માહિતી પ્રમાણે ભીયારામ અને તેમની પત્ની ખેતરમાં કામ કરવા માટે ગયા હતા. બપોરે અઢી વાગ્યે બંને પરત આવ્યા હતા. આ દરમિયાન ભીયારામ ઘરમાં બેઠો હતો જ્યારે તેની પત્નીએ બાળકોની શોધખોળ શરૂ કરી હતી. બાળકો ન મળ્યા ત્યારે તેણીએ ઘરના આંગણામાં રાખેલી અનાજની કોઠી ખોલી હતી. કોઠી ખોલતા જ તેણીનું કાળજુ ફાટી ગયું હતું! પાંચેય બાળકો બેભાન અવસ્થામાં પડ્યા હતા. બૂમાબૂમ સાંભળીને આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા.

Read About Weather here

બિકાનેર એસ.પી. પ્રીતિ ચંદ્રાના કહેવા પ્રમાણે મૃતકોમાં ચાર બાળકી અને એક બાળકનો સમાવેશ થાય છે. “બાળકોની માતા જ્યારે ઘરે આવી ત્યારે તેણીએ ઘરમાં બાળકોને જોયા ન હતા. આથી તેણીએ તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન અનાજ ભરવાની કોઠીની તપાસ કરતા તેમાંથી બાળકો મૃત હાલતમાં મળી આવ્યા હતા.

Read e-paper here

Subscribe Saurashtra Kranti here

Do Follow Facebook here

Read politics News here

Read About Weather here