રાજનીતિમાં આવવાનુ દબાણ ન કરો, મને તકલીફ થાય છે: રજનીકાંત

38

તમિલ અભિનેતા રજનીકાંતે ગયા મહિને રાજનીતિમાં ન આવવાનુ એલાન કરીને સૌને ચોંકાવી દીધા હતા. રજનીકાંત માટે તેમના ફેન્સ લાંબા સમયથી તેમના રાજનીતિમાં આવવાની આશા લગાવીને બેઠા હતા પરંતુ તેમણે સ્પષ્ટ રીતે એ કહી દીધુ કે તે રાજનીતિમાં એન્ટ્રી નહિ લે પરંતુ રજનીકાંતના ફેન્સ હજુ પણ તેમના પર રાજનીતિમાં આવવા માટે દબાણ કરી રહૃાા છે. આ અંગે હવે રજનીકાંતે પોતાના ફેન્સને અપીલ કરી છે કે તે આવુ ન કરે. રજનીકાંતે કહૃાુ કે ફેન્સનુ દબાણ વારંવાર મને પીડા આપી રહૃાુ છે. રજનીકાંતે રાજનીતિમાં નહિ આવવાના કારણ વિસ્તારથી જણાવ્યા છે.

રજનીકાંતે કહૃાુ છે કે વિરોધ પ્રદર્શન દરીને મારા પર રાજનીતિમાં આવવાનુ દબાણ ન કરો, આ રીતે મને તકલીફ થાય છે. રજનીકાંતે ટ્વિટ કરીને કહૃાુ કે, ’મે રાજનીતિમાં ન આવવા અંગે પોતાના કારણોને વિસ્તારથી બતાવી દીધા છે, આ રીતના વિરોધ પ્રદર્શન કરીને મને રાજનીતિમાં આવવા માટે ન કહો, મને તકલીફ થાય છે.’ તબિયતનો હવાલો આપીને રાજનીતિમાં ન આવવાનો નિર્ણય કર્યો.

તમને જણાવી દઈએ કે ૭૦ વર્ષીય રજનીકાંતના રાજનીતિમાં આવવાની માંગ માટે રવિવારે એક વિરોધ પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યુ હતુ જેમાં તેમના ફેન્સે એ માંગ કરી હતી કે તેમણે રાજનીતિથી બહાર રહેવાનો જે નિર્ણય કર્યો છે, તેને પાછો લઈ લો.

Previous articleશ્રી કૃષ્ણ જન્મભૂમિ મામલે મથુરાની કોર્ટ હવે ૧૮ જાન્યુઆરીએ કરશે સુનવણી
Next articleડ્રાઈ સ્ટેટ ગુજરાતમાં દારૂ પીતી મહિલાઓની સંખ્યા બમણી થઈ