રાજધાનીમાં કોરોનાનો કોહરામ !, દિલ્હી સરકારે માંગી સેનાની મદદ

કોરોના
કોરોના

દિલ્હીમાં કોરોના ઓક્સિજનનાં નિયત ક્વોટાનો ઓક્સિજન સપ્લાય પણ મળ્યો નથી, દિલ્હી સરકારનાં જણાવ્યા મુજબ દિલ્હીને ૯૭૬ મેટ્રિક ટન ઓક્સિજનની જરૂર છે

દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાથી હાહાકાર મચી ગયો છે. જને લઇને હવે દિલ્હી સરકારે સેનાની મદદ માંગી છે. નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાએ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહને પત્ર લખીને સૈન્યની મદદ માંગી છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, ડીઆરડીઓએ જે રીતે એક હોસ્પિટલ તૈયાર કરી છે, તેવી જ વધુ હોસ્પિટલો તૈયાર કરવી જોઈએ.

Subscribe Saurashtra Kranti here

ઓક્સિજન સિલિન્ડરથી લઇને અન્ય વ્યવસ્થાઓ માટે આર્મીની મદદ માંગવામાં આવી છે. તેમણે કહૃાું કે, ગઈકાલે દિલ્હીમાં કોરોના ઓક્સિજનનાં નિયત ક્વોટાનો ઓક્સિજન સપ્લાઇ પણ મળ્યો નથી. તેમણે કહૃાું કે, રવિવારે ૫૯૦ મેટ્રિક ટનમાંથી માત્ર ૪૪૦ ટન ઓક્સિજન મળ્યુ હતુ. દિલ્હી સરકારનાં જણાવ્યા મુજબ દિલ્હીને ૯૭૬ મેટ્રિક ટન ઓક્સિજનની જરૂર છે. આજથી, ૧૮-૪૪ વર્ષની વયનાં લોકોને રસી આપવામાં આવી રહી છે. દિલ્હીને ૪.૫ લાખની રસી મળી છે.

Read About Weather here

દિલ્હીને રસીનો માલ મળતાં રસીકરણ અભિયાન વધુ તીવ્ર કરવામાં આવશે. મુખ્યમંત્રી અરિંવદ કેજરીવાલે લોકોને ઓનલાઇન રજીસ્ટ્રેશનમાં મળેલા સમયે રસીકરણ કેન્દ્રમાં આવવાની અપીલ કરી છે. શનિવારથી ૧૮ વર્ષથી ઉપરનાં લોકો માટે રસીનો પ્રતીકાત્મક પરિચય શરૂ થયો છે. દિલ્હીને મળેલી ૪.૫ લાખ રસી દિલ્હીનાં તમામ જિલ્લાઓમાં વહેંચવામાં આવી રહી છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here