રાજકોટ સહિત અન્ય શહેરો-જિલ્લામાં પ્રમુખો બદલાશે?

રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર
રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર

2022 માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં પ્રમુખ જગદીશ ઠાકોર કાર્યકર્તાઓની વાત સાંભળશે?

વર્ષ 2022 માં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીની રાજકીય પક્ષોએ તૈયારીઓ આદરી દીધી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં અધ્યક્ષ તરીકે ઉતર ગુજરાતનાં ઓબીસી સમાજનાં નેતા જગદીશ ઠાકોરની પસંદગી કરાઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

ગુજરાત પ્રદેશ કોંગ્રેસનું માળખું બદલવાની પ્રક્રિયા તેજ કરી દેવામાં આવી છે. યોજાયેલી ગત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને પેટા ચૂંટણીનાં પરિણામોમાં કઈ બેઠકમાં કેટલું મતદાન થયું, કોંગ્રેસનાં ક્યાં કેટલા ઉમેદવારો કેટલા મતો મળ્યા સહિતની બાબતોમાં વિસ્તૃત અભ્યાસ કર્યા બાદ કાર્યકર્તાઓને નવી નિમણુંક કરી આવનારી વિધાનસભાની ચૂંટણીની જવાબદારી સોંપવામાં આવશે. તેવું જાણવા મળ્યું છે.

રાજકોટ સહિત રાજ્યનાં શહેરો-જિલ્લામાં પ્રમુખો બદલાશે કે કેમ? તેની ચર્ચાએ જોર પકડ્યું છે. રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશ વોરાએ સ્વૈચ્છિક રાજીનામું આપી દીધું છે. શહેર કોંગ્રેસ પ્રમુખ પદે અશોક ડાંગર તથા કાર્યકારી પ્રમુખ પદે પ્રદિપભાઈ ત્રિવેદી જવાબદારી સંભાળી રહ્યા છે.

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કુલ 18 વોર્ડમાંથી એકમાત્ર વોર્ડ નં. 15 માં કોંગ્રેસનાં ચાર ઉમેદવારો કોર્પોરેટર પદેથી ચૂંટાયા હતા. મનપાનાં વિપક્ષી નેતા પદે ભાનુબેન સોરાણીની વરણી થતા કોંગ્રેસનાં પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂ અને પ્રવિણ સોરાણીનો ઓડિયો વાયરલ થતા શહેર કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ પદે જગદીશ ઠાકરોની વરણી થઇ ગઈ છે. આવનારી વિધાનસભાની ચૂંટણીમાં સક્ષમ ઉમેદવારોને ટિકિટ આપશે કે પછી પ્રદેશ અને સ્થાનિક નેતાઓની મીઠી મધુરવાણી સાંભળીને ટિકિટની ફાળવણી કરાશે? ચર્ચાએ જોર પકડ્યું છે.

Read About Weather here

ઉલ્લેખનીય છે કે, યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સક્ષમ ઉમેદવારોને ટિકિટ આપવા પ્રદેશ સુધી કાર્યકર્તાઓએ રજૂઆત કરી હતી.(1.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here