રાજકોટ જિલ્લા પંચાયતમાં વીસીઈ કર્મીઓનાં ધરણા- સૂત્રોચ્ચાર

રાજકોટ જિલ્લા પંચાયતમાં વીસીઈ કર્મીઓનાં ધરણા- સૂત્રોચ્ચાર
રાજકોટ જિલ્લા પંચાયતમાં વીસીઈ કર્મીઓનાં ધરણા- સૂત્રોચ્ચાર
રાજકોટ જિલ્લાની 550 થી વધુ ગ્રામ પંચાયતો સહિત રાજ્યભરમાં ગ્રામીણ કક્ષાએ કોમ્યુટર ઓપરેટર તરીકે મહત્વપૂર્ણ કામગીરી કરવા વીસીઈ કર્મચારીઓએ ગત  મે થી અચોક્કસ મુદ્દતની હડતાલ છેડવા છતાં આજ સુધી સરકાર તરફથી કોઈ નિરાકરણ આવ્યું નથી. પરિણામે આજે રાજકોટ જિલ્લા પંચાયત ખાતે વીસીઈ કર્મચારીઓએ એકત્ર થઈને સૂત્રોચ્ચાર સાથે ધરણા કર્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટ જિલ્લા ગ્રામ પંચાયત કોમ્પ્યુટર સાહિત્યક(ઓપરેટર) મંડળ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર અપાયું હતું કે ગુજરાત રાજય ગ્રામ પંચાયત  મંડળ મુખ્યમંત્રીને લેખિત રજુઆત 2016 થી કરી છે.નવા મુખ્ય મંત્રી અને પંચાયત મંત્રી બનતા તેમને પણ રજૂઆત કરતા તા. 21/10/2021 ના રોજ થી હડતાળ કરવાની જાહેરાત મંડળે કરેલ, જેથી પંચાયત મંત્રી દ્વારા તા. 20/10/2021 ના રોજ બેઠક કરીને વીસીઇના પ્રશ્ર્નો અને માંગણીઓ સ્વીકારીને નિરાકરણ લાવવાની બાહેધરી આપી હતી. ત્યારબાદ  27/10/2021 ના રોજ મુખ્ય મંત્રી સાથે બેઠક કરાવીને પગાર – ધોરણની માંગણીનું નિરાકરણ કરવા મુખ્ય મંત્રીએ સુચના સાથે સકારાત્મક બાહેંધરી આપી હતી, પરંતુ પંચાયત વિભાગ દ્વારા 8 મહિના થવા છતાં માંગણીઓ બાબતે કોઇ અમલ ના કરતા અને ખાનગીકરણનાં મુદા લાવીને ખોટી માહીતી આપીને વી સી ઇની માંગણી બાબતે કોઈ  ના થાય તેવા પ્રયાસ થતા હોય વીસીઇનું ભવિષ્ય અંધકારમય બનેલ છે.

Read About Weather here

આમ મંડળ દ્વારા માંગણીઓ કરેલ જેમાંથી સરકારે માંગણીઓ સ્વીકારીને નિરાકરણ કરવા બાહેધરી આપેલ હતી. પરંતુ સરકારે આપેલ હૈયાધારણા અને માંગણીઓનો કોઇ અમલ કરેલ ના હોય અને હક્કની વાત નજર અંદાજ થતા ના છુટકે વીસીઇ મંડળને અચોક્ક્સ મુદતની હડતાળ  ફરજ પડી છે. જેથી તમામ વીસીઇ સરકારની નિતિનો વિરોધ કરો અને ગાંધી ચિંધ્યા માર્ગે ન્યાય માટે લડત આપશે, તેમ પ્રમૃખ વિષ્ણુભાઈ પટેલ, ઉપપ્રમૂખ વિજયભાઈ વેકરીયા, કલ્પેન્દ્સિંહ જાડેજા અને સહમંત્રી તુષારભાઈ દાણીધારીયા એ જણાવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here