રસીના અભાવે મુંબઇના 49 વેક્સિનેશન સેન્ટર બંધ!

વેક્સિનેશન
વેક્સિનેશન

મુંબઇમાં મંગળવારે ૩૯,૫૨૨ નાગરિકોને વેક્સિન આપવામાં આવી હતી

Subscribe Saurashtra Kranti here

એક તરફ મુંબઇમાં કોરોનાનો આતંક વધી રહૃાો છે અને બીજી તરફ છેલ્લાં એક અઠવાડિયાથી વેક્સિનના ડોઝનો પુરવઠો પૂર્વવત્ નહીં થતાં શહેરના ૪૯ વેક્સિનેશન સેન્ટર બંધ કરવાની નોબત આવી હતી. બંધ કરવામાં આવેલા રસીકરણના કેન્દ્રોમાં પાલિકાના છ અને રાજ્ય તથા કેન્દ્ર સરકારના પાંચ કેન્દ્રનો પણ સમાવેશ થતાં વેક્સીનેશનની ઝુંબેશ પર માઠું પરિણામ જોવા મળી રહૃાું છે.

Read About Weather here

મુંબઇમાં મંગળવારે ૩૯,૫૨૨ નાગરિકોને વેક્સીન આપવામાં આવી હતી, તે પૈકી ૧૫,૦૫૧ નાગરિકોએ વેક્સીનનો બીજો ડોઝ લીધો હતો. અત્યાર સુધીમાં મુંબઇમાં ૧૨૯ વેક્સીનેશન સેન્ટર્સ પર વેક્સીન આપવામાં આવી રહી છે. તેમાં પાલિકાના ૩૯, રાજ્ય અને કેન્દ્ર સરકારના ૧૭ અને ખાનગી ૭૩ સેન્ટર્સનો સમાવેશ થાય છે. મુંબઇમાં વેક્સીનની અછત નિર્માણ થતાં છેલ્લાં બે દિવસથી ખાનગી રસીકરણ કેન્દ્રો બંધ રાખવાની ફરજ પડી હતી. જોકે, મંગળવારે પાલિકા અને સરકારના કેન્દ્રોને વેક્સીનના અપૂરતા ડોઝને કારણે બંધ કરવામાં આવ્યા હતા.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here