મવાલી તત્વોએ ખેતરમાં કામ કરી રહેલા યુવતીના પિતા પર કર્યું ૧૦ રાઉન્ડ ફાઇિંરગ
ઉત્તરપ્રદેશના હાથરસના નોજરપુર ગામમાં પુત્રી સાથે છેડતી થયાની ફરિયાદ નોંધાવનાર પિતાની સોમવારે સાંજે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જાણવા મળી રહૃાું છે કે આરોપી છેડતીનો કેસ પાછો ખેંચવા માટે પીડિત પરિવાર પર દબાણ કરી રહૃાો હતો. મૃતકની પુત્રીએ ૬ લોકો સામે કેસ દાખલ કરાવ્યો છે; તેમાંથી એકની ધરપકડ કરી લેવામાં આવી છે.
મૃતક અમરીશ (૫૨)ના પરિવારે પોલીસને જણાવ્યું હતું કે આરોપી ગૌરવ સાથે તેમના પરિવારની જૂની દુશ્મનાવટ ચાલી રહી હતી. સોમવારે અમરીશની પુત્રી અને આરોપી ગૌરવની પત્ની-માસી ગામના મંદિરે પૂજા કરવા ગયાં હતાં; ત્યાં આ મહિલાઓ વચ્ચે ઝગડો થયો હતો.
સાંજે અમરીશ પોતાના ખેતરમાં બટાકા કાઢી રહૃાો હતો. તેની પત્ની પુત્રી સાથે ભોજન લઈને ખેતરે પહોંચી હતી. આ દરમિયાન આરોપી ગૌરવ પોતાના ત્રણ મિત્રો સાથે ત્યાં આવી પહોંચ્યો અને અમરીશ પર ફાયિંરગ કર્યું હતું. ફાયિંરગમાં ઘાયલ અમરીશને સારવાર માટે હાથરસ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતા.
એસપી વિનીત જયસ્વાલના જણાવ્યા પ્રમાણે, અમરીશે ૧૬ જુલાઈએ ગામમાં જ ગૌરવ શર્મા સામે પુત્રી સાથે છેડતી કર્યાની ફરિયાદ દાખલ નોંધાવી હતી. આ મામલામાં ગૌરવ ૧૫ દિવસ સુધી જેલમાં રહૃાો હતો. જામીન પર બહાર આવ્યા બાદૃ તે અમરીશ પર કેસ પાછો ખેંચવા માટે દબાણ કરી રહૃાો હતો.