મ.પ્રદેશમાં મેન ઓફ ધ મેચમાં ખેલાડીને પુરસ્કાર તરીકે પાંચ લિટર પેટ્રોલ અપાયું..!!

29

પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતોને લઇ લોકો અલગ-અલગ રીતે પોતાનો વિરોધ દર્શાવી રહૃાા છે. એમપીમાં એક ક્રિકેટ ટૂર્નામેન્ટમાં આપવામાં આવતા પુરસ્કારોમાં પણ તેનો વિરોધ કરવામાં આવી રહૃાો છે. પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતોના વિરોધની આ રીત જાણી તમે દંગ રહી જશો. ભોપાલમાં આયોજીત એક ક્રિકેટ પ્રતિયોગિતામાં મેન ઓફ ધ મેચ બનેલા ખેલાડીને પુરસ્કાર તરીકે ૫ લીટર પેટ્રોલ આપવામાં આવ્યું છે.

ખરેખર કોંગ્રેસ નેતા મનોજ શુક્લાએ ભોપાલના કરોંદ વિસ્તારમાં સ્થાનિક લેવન પર ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. રવિવારે આ ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ હતી. ફાઇનલ મેચ સનરાઇઝર્સ-૧૧ અને શગીર તારિક-૧૧ ટીમ વચ્ચે હતી. ફાઇનલ મેચ સનરાઇઝર્સ-૧૧એ જીતી લીધી હતી. ફાઇનલ મેચની જીત બાદ આ ટીમના ખેલાડીને સલાઉદ્દીન અબ્બાસીને મેન ઓફ ધ મેચ આપવામાં આવી હતી.

ત્યાં જ સલાઉદ્દીન અબ્બાસીને પુરસ્કાર આપવા માટે મંચ પર બોલાવામાં આવ્યો ત્યારે તમામ લોકો દંગ રહી ગયા હતા. તેને મેન ઓફ ધ મેચ તરીકે પાંચ લીટર ભરેલુ કેન આપવામાં આવ્યું હતું. જેને જોઇ મેદાનમાં હાજર તમામ લોકો હસવા લાગ્યા હતા. ટૂર્નામેન્ટના આયોજક મનોજ શુક્લાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતોનો વિરોધ કરવા માટે આથી વધારે કોઇ સારી રીત ના હોઇ શકે.