મોદી સરકાર ઓગસ્ટ મહિનામાં પડી ભાંગશે: લાલુ યાદવ ભવિષ્યવાણી

મોદી સરકાર ઓગસ્ટ મહિનામાં પડી ભાંગશે: લાલુ યાદવ ભવિષ્યવાણી
મોદી સરકાર ઓગસ્ટ મહિનામાં પડી ભાંગશે: લાલુ યાદવ ભવિષ્યવાણી

રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવે દાવો કર્યો છે કે કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર ‘નબળી’ છે અને તે એક મહિનામાં જ પડી ભાંગશે. તેમણે ઓગષ્ટ સુધી સરકાર પડી જશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

મોદી સરકાર ઓગસ્ટ મહિનામાં પડી ભાંગશે: લાલુ યાદવ ભવિષ્યવાણી મોદી

જો કે ભાજપે કહ્યું હતું કે, વયોવૃદ્ધ નેતા ભ્રમ ફેલાવી રહ્યા છે અને તાજેતરની ચૂંટણીમાં લોકોને ફરીવાર મોદીની નેતાગીરીમાં વિશ્વાસ દર્શાવ્યો છે. પોતાની પાર્ટી રાષ્ટ્રીય જનતા દળની સ્થાપનાને પૂર્ણ થયાના 28 વર્ષે યોજાયેલા એક સમારોહમાં પ્રસાદે આ આગાહી કરી હતી.

મોદી સરકાર ઓગસ્ટ મહિનામાં પડી ભાંગશે: લાલુ યાદવ ભવિષ્યવાણી મોદી

નબળા અવાજે આશરે 10 મીનીટ સુધી બોલતા લાલુએ પાર્ટીના કાર્યકરોને આવી કોઈ સ્થિતિ માટે તૈયાર રહેવાની વિનંતિ કરી હતી. તેમણે કહ્યું હતું કે પક્ષે તેનો વોટ શેર વધાર્યો છે. એનડીએના મોટાભાગના નેતાઓ કેન્દ્રીય કેબિનેટમાં બિહારમાંથી નવા ચુંટાયેલા મંત્રીઓના સ્વાગતમાં હાજર હતા ત્યારે લાલુએ આ ટિપ્પણી કરી હતી.

મોદી સરકાર ઓગસ્ટ મહિનામાં પડી ભાંગશે: લાલુ યાદવ ભવિષ્યવાણી મોદી

તેમની ટિપ્પણીને ‘મુંગેરીલાલ કે હસીન સપને’ ગણાવતાં કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાયે કહ્યું હતું કે, લોકોએ આરજેડીને નકારી દીધા છે. નરેન્દ્ર મોદીના શાસનમાં ત્રીજી વખત એનડીએની સરકાર બની છે. આ પ્રસંગે હાજર રહેલા તેજસ્વી યાદવે પોતાના પિતાના નિવેદન પર સંમતિ દર્શાવતા કહ્યું કે કેન્દ્રની સરકાર પાંચ વર્ષ નહિ ચાલે.રાજયમાં પક્ષના અપેક્ષા મુજબનું પ્રદર્શન નહિ થવા બદલ તેમણે કહ્યું હતું કે થોડીક વધુ મહેનત કરી હોત તો વધુ સીટો આવી જાત.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here