મોદી-પવારની મંત્રણાથી રાજકીય ગલીયારાંમાં વહેતી થયેલી અટકળ

મોદી-પવારની મંત્રણાથી રાજકીય ગલીયારાંમાં વહેતી થયેલી અટકળ
મોદી-પવારની મંત્રણાથી રાજકીય ગલીયારાંમાં વહેતી થયેલી અટકળ

નવી દિલ્હી: એનસીપીના પ્રમુખ શરદ પવારે શનિવારે અહીં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળીને વિવિધ મુદ્દે ચર્ચાવિચારણા કરતા અનેક અટકળ વહેતી થઇ હતી. વડા પ્રધાનની ઓફિસે તેમની મુલાકાતનું એક ચિત્ર ટ્વિટર પર મૂક્યું હતું, પરંતુ મંત્રણાની કોઇ વિગતો આપી ન હતી.

Subscribe Saurashtra Kranti here

પવારે પણ ટ્વીટ કરતા જણાવ્યું હતું કે,‘માનનીય વડા પ્રધાનને મળ્યો. રાષ્ટ્રહિતને લગતી અનેક ચર્ચા કરી.’ ઉલ્લેખનીય છે કે સોમવારથી સંસદનું ચોમાસુ સત્ર શરૂ થઇ રહ્યું છે. પવાર મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડી સરકારના મુખ્ય ઘડવૈયા છે. આ વરિષ્ઠ નેતા ભવિષ્યમાં પણ ભાજપ વિરોધી ગઠબંધન બનાવવામાં મહત્ત્વનો ભાગ ભજવી શકે છે. 

Read About Weather here


મહારાષ્ટ્રની સરકારમાં નાના-મોટા મતભેદ સપાટી પર આવતા રહે છે. આ રાજ્યના કૉંગી અધ્યક્ષ નાના પટોળે પણ વારંવાર વિવાદાસ્પદ નિવેદનો કરીને અન્ય બે ભાગીદારો એનસીપી અને શિવસેનાની ટીકા-ટિપ્પણી  કરતા રહે છે. 


આ અગાઉ શુક્રવારે ૮૦ વર્ષના આ નેતા કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ અને પીયૂષ ગોયેલને પણ મળ્યા હતા. 
દરમિયાન એનસીપીએ આ બેઠક અંગે સ્પષ્ટતા કરી હતી કે અમે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને પવાર-મોદીની મંત્રણા અંગે જાણકારી આપી હતી. તેઓએ બૅન્કિંગ રેગ્યુલેશન એક્ટ સહિતના વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરી હતી.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here