રાહુલ ગાંધીનો અનોખો અંદાજ, માત્ર ૯ સેકન્ડમાં ૧૩ પુશ અપ્સ લગાવ્યા
કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી તમિલનાડુની મુલાકાતે ગયા હતા. રાહુલે સોમવારના કન્યાકુમારીમાં રોડ શૉ નીકાળ્યો, પરંતુ ત્યારબાદ રાહુલ ગાંધીનો એક અલગ અંદૃાજ જોવા મળ્યો. કન્યાકુમારીમાં રાહુલ ગાંધીએ યુવા વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ સાથે વાત કરી. આ દરમિયાન રાહુલ ગાંધી એક યુવા વિદ્યાર્થિની સાથે પુશઅપ કરતા જોવા મળ્યા. રાહુલ ગાંધીએ અહીં બાળકો સાથે વાતચીત કરી. આ દરમિયાન રાહુલે એક વિદ્યાર્થી સાથે આઇકિડો પરફોર્મ કર્યું.
રોડશો દૃરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું. તેમણે કહૃાું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મનમાં તમિનના લોકો પ્રત્યે સમ્માન નથી. આપણે મોદી અને ઇજીજીને તમિલ સંસ્કૃતિનું અપમાન નહી કરવા દૃઈએ.
રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા કહૃાું કે, દિલ્હીમાં સરકાર તમિલની સંસ્કૃતિનું સમ્માન નથી કરતી. તેમની પાસે એક મુખ્યમંત્રી(પલાનીસ્વામી) છે જે રાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે. વડાપ્રધાન જે કહે છે તેમ તે કરે છે. એક દૃેશ, એક સંસ્કૃતિ, એક ઈતિહાસ, તો હું પુછવા માંગું છું કે શું તમિલ સંસ્કૃતિ ભારતીય નથી. એક ભારતીય હોવાના નાતે મારી જવાબદૃારી છે કે આપણે મોદી અને ઇજીજીને તમિલના લોકોનું અપમાન નહી કરવા દઈએ.
આઇકિડો બતાવ્યા બાદૃ રાહુલ ગાંધીને એક વિદ્યાર્થિનીએ પુશઅપ કરવાની અપીલ કરી, ત્યારબાદૃ રાહુલ ગાંધીએ સ્ટેજ પર જ વિદ્યાર્થિની સાથે પુશઅપ કર્યા. જે વિડીયો સામે આવ્યો છે તેમાં રાહુલ ગાંધીએ ૯ સેકન્ડમાં નૉનસ્ટોપ ૧૩ પુશઅપ્સ કર્યા. રાહુલ ગાંધીએ પહેલા પુશઅપ લગાવ્યા અને ત્યારબાદ વિદ્યાર્થિનીને એક હાથે પુશઅપ લગાવવા કહૃાું. રાહુલ ગાંધીએ પણ એક હાથે પુશઅપ કર્યા. રાહુલ ગાંધીએ જે વિદ્યાર્થિની સાથે પુશઅપ્સ ચેલેન્જ કરી એ દશમા ધોરણની વિદ્યાર્થિની છે અને તેનું નામ મેરોલિન શેનિઘા છે.
ઉલ્લેખનીય છે કે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી સતત દક્ષિણના રાજ્યોનો પ્રવાસ કરી રહૃાા છે, પોંડિચેરી, કેરળ અને હવે તમિલનાડુ. જ્યાં રાહુલનો અલગ જ અંદૃાજ જોવા મળી રહૃાો છે. થોડાક દિવસ પહેલા કેરળમાં રાહુલ ગાંધી માછીમારો સાથે સમુદ્રમાં ગયા હતા અને તેમણે માછીમારોની સમસ્યા જાણી. રાહુલ ગાંધીએ માછીમારો સાથે નાવમાં દરિયામાં સફર કરી અને એટલું જ નહીં રાહુલ દરિયામાં પણ કૂદ્યા અને માછીમારો સાથે તરતા જોવા મળ્યા.