મોદીને આપેલ ક્લિન ચીટ વિરુદ્ધ ઝકિયા જાફરીની અરજી પર સુપ્રીમમાં 13મી એપ્રિલે સુનાવણી

5
Modi-Zakia Zafri Application
Modi-Zakia Zafri Application

Subscribe Saurashtra Kranti here.

ઝકિયા જાફરી રખાણમાં મૃત્યુ પામેલા કોંગ્રેસના સાંસદ અહેસાન જાફરીના પત્ની છે

૨૦૦૨ ગુજરાત રમખાણ કેસ

ગુજરાતમાં ૨૦૦૨ના કોમી રમખાણ કેસમાં સ્પેશ્યિલ ઈન્વેસ્ટિગેશન ટીમ દ્વારા ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને આપવામાં આવેલી ક્લિન ચીટ વિરુદ્ધ ઝકિયા જાફરીની અરજી પર સુપ્રીમ કોર્ટમાં ૧૩ એપ્રિલ સુનાવણી હાથ ધરાશે. ઝકિયા જાફરી રખાણમાં મૃત્યુ પામેલા કોંગ્રેસના સાંસદ અહેસાન જાફરીના પત્ની છે. સુપ્રીમ કોર્ટે કડક શબ્દોમાં જણાવ્યું હતું કે આગામી સુનાવણી વખતે કેસ મુલતવી રાખવા અંગેની અરજી પર ધ્યાન આપવામાં નહીં આવે.

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એ એમ ખાનવિલકરની અધ્યક્ષતા હેઠળની બેન્ચે વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલની અરજી ધ્યાન પર લેતા કહૃાું કે, હાલમાં પાંચ જજની બેન્ચ દ્વારા મરાઠા અનામત કેસની સુનાવણીમાં કેટલાક વકીલો વ્યસ્ત હોવાથી આ કેસની સુનાવણી એપ્રિલમાં હાથ ધરાશે. ગુજરાત સરકાર વતી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કેસ મુલતવી રાખવાનો વિરોધ કરતા સુનાવમી આગામી સપ્તાહે હાથ ધરવા માંગ કરી હતી. એસઆઈટી વતી હાજર વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ પણ કેસની સુનાવણી શરૂ કરવા જણાવ્યું હતું. જસ્ટિસ એ એમ ખાનવિલકર ઉપરાંત બેન્ચમાં જસ્ટિસ દિનેશ મહેશ્ર્વરી અને જસ્ટિસ ક્રિષ્ના મુરારીનો પણ સમાવેશ થાય છે.

Read About Weather here

અગાઉ અનેક વખત આ અરજી પર સુનાવમી મલુતવી રહેતા સુપ્રીમ કોર્ટે ગત વર્ષે ફેબ્રુઆરીમાં આ કેસની સુનાવી ૧૪ એપ્રિલ ૨૦૨૦માં હાથ ધરવાનું નક્કી કર્યું હતું. આ અગાઉ જાફરીના વકીલ કપિલ સિબ્બલે કોર્ટને જણાવ્યું હતું કે, ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૦થી મે ૨૦૦૨ સુધીના ગાળામાં આ કથિત ષડયંત્ર થયું હોવાથી અરજીમાં નોટિસ ઈશ્યૂ કરવાની જરૂરી છે.

Read e-paper here

Subscribe Saurashtra Kranti here

Do Follow Facebook here

Read politics News here

Read About Weather here