૨૮ ફેબ્રુઆરીના રોજ ૩૧ જિલ્લા પંચાયતની ૯૮૦ બેઠકો, ૨૩૧ તાલુકા પંચાયતોની ૪૭૭૨ બેઠકો અને ૮૧ નગરપાલિકાઓની ૨૭૨૦ બેઠકો માટે મતદાન થયું હતું. જેમાં જિલ્લા પંચાયતોમાં ૬૬.૬૭ ટકા, તાલુકા પંચાયતોમાં ૬૯.૧૮ ટકા અને નગરપાલિકાઓમાં ૫૯.૦૫ ટકા મતદૃાન થયું હતું. શહેરી વિસ્તાર કરતા ગામડાઓમાં મતદાન સારૂ રહૃાું હતું. મંગળવારે પરિણામોની ચકાસણી હાથ ધરાતા સમયે બંન્ને પક્ષોના કાર્યકરોએ વિજય સરઘસ નિકાળવા માટે પૂર્વ ઉજવણી હાથ ધરી હતી.
મોડાસા સરકારી એન્જીનીયર કોલેજની બહાર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ઉજવણી કરવાની શરૂઆત કરી દીધી છે. મોડાસા તાલુકાની પંચાયતની મોટાભાગની બેઠક ભાજપના ફાળે ગઈ છે, ત્યારે કોંગ્રેસે પણ ખાતું ખોલ્યું છે. તેવામાં મતગણતરી સમયે કોંગ્રેસના કાર્યકારો પણ મતગણતરી કેન્દ્રની બહાર ડીજે મ્યુઝિક સિસ્ટમ લઈને મેદાને ઉજવણી કરવા સજ્જ થઈ ગયા છે. કોંગ્રેસના કાર્યકરોએ ડીજેના તાલે ઉજવણી કરી રહૃાા છે.