મે મહિનામાં 14 દિવસ બેંકમાં રજા રહેશે, યાદી તપાસી કરો કામનું પ્લાનિંગ

મે મહિનામાં 14 દિવસ બેંકમાં રજા રહેશે, યાદી તપાસી કરો કામનું પ્લાનિંગ
મે મહિનામાં 14 દિવસ બેંકમાં રજા રહેશે, યાદી તપાસી કરો કામનું પ્લાનિંગ

ભારતીય રિઝર્વ બેંકએ વર્ષ 2024 ના મેં મહિના માટે બેંકની રજાઓની યાદી બહાર પાડી દીધી છે જે અંતર્ગત મે મહિનામાં બેંકોમાં ઘણી બધી રજાઓ છે. દર મહિનાની જેમ આ મહિને પણ ઘણા દિવસોની બેંકમાં કામ થશે નહીં.

આરબીઆઈ બેન્કના ગ્રાહકોની જાણકારી માટે બેંક રજાઓની યાદી જાહેર કરે છે. આ ઉપરાંત વિવિધ રાજ્યોમાં આવતા અનેક તહેવારોની રજાઓ જે તે રાજ્યમાં રહે છે આ ઉપરાંત બીજા અને ચોથા શનિવાર અને રવિવારની સાપ્તાહિક રજાઓનો પણ બેંકની રજાઓની યાદીમાં સમાવેશ થાય છે.

આરબીઆઈની સત્તાવાર વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર ચાલુ મહિનામાં બેંકો 14 દિવસ બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે બેંકિંગ સંબંધિત કોઈપણ કામ કરી શકશો નહીં જોકે ઓનલાઇન સેવાઓ કાર્યરત રહેશે,

આ ઉપરાંત મે મહિનામાં અક્ષય તૃતીયા, બુદ્ધ પૂર્ણિમા અને લોકસભા ચૂંટણી સહિતના વિવિધ અવસર પણ આવી રહ્યા છે જે પૈકીના કેટલાક દિવસે રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે બેંકો બંધ રહેશે.

મે મહિનામાં બેંક રજાઓ ક્યારે હશે?
 • 1 મે ​​2024: મહારાષ્ટ્ર દિવસ અને મજૂર દિવસના અવસર પર ઘણા રાજ્યોમાં બેંકો બંધ રહેશે.ગોવા, કર્ણાટક, આસામ, તમિલનાડુ, તેલંગાણા, મણિપુર, મહારાષ્ટ્ર, કેરળ, આંધ્રપ્રદેશ, બંગાળ અને બિહારમાં આ દિવસે બેંકો બંધ રહેશે.
 • 7 મે 2024: લોકસભા ચૂંટણીને કારણે મધ્યપ્રદેશ, ગુજરાત અને ગોવામાં બેંકો બંધ રહેશે.
 • 8 મે 2024: રવિન્દ્રનાથ ટાગોરની જન્મજયંતિ નિમિત્તે બંગાળમાં બેંકો બંધ રહેશે.
 • 10 મે 2024: બસવ જયંતિ/અક્ષય તૃતીયાના અવસરે કર્ણાટક સહિત ઘણા રાજ્યોમાં બેંકો બંધ રહેશે.
 • 13 મે 2024: લોકસભા ચૂંટણીને કારણે શ્રીનગર સહિત વિવિધ રાજ્યોમાં બેંકો બંધ રહેશે.
 • 16 મે 2024: રાજ્ય દિવસની રજાના કારણે ગંગટોકમાં તમામ બેંકો બંધ રહેશે.
 • 20 મે 2024: લોકસભા ચૂંટણી 2024ને કારણે મહારાષ્ટ્રમાં બેંકો બંધ રહેશે.
 • 23 મે 2024: બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે નવી દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચંદીગઢ, લખનૌ, ભોપાલ, કાનપુર, દેહરાદૂન, રાયપુર, રાંચી, આઈઝોલ, ઈટાનગર, નાગપુર, બેલારપુર, અગરતલા, જમ્મુ, શિમલા અને શ્રીનગરમાં બેંકો બંધ રહેશે.
મે 2024 માં આ સાપ્તાહિક રજાઓ દરમિયાન પણ બેંકની શાખાઓ બંધ રહેશે
 • 5 મે 2024: રવિવારે દેશભરમાં બેંકો બંધ રહેશે.
 • 11 મે 2024: મહિનાના બીજા શનિવારને કારણે દેશભરમાં બેંકો બંધ રહેશે.
 • 12 મે 2024: રવિવારે દેશભરમાં બેંકો બંધ રહેશે.
 • 19 મે 2024: રવિવારે દેશભરમાં બેંકો બંધ રહેશે.
 • 25 મે 2024: મહિનાના ચોથા શનિવારને કારણે દેશભરમાં બેંકો બંધ રહેશે.
 • 26 મે 2024: રવિવારે દેશભરમાં બેંકો બંધ રહેશે.

જો કે, તમારે બેંક રજાઓ દરમિયાન ચિંતા કરવાની જરૂર નથી. બેંકની રજાઓ દરમિયાન તમે ફક્ત શાખામાં જઈને બેંકિંગ સંબંધિત કામ કરી શકશો નહીં પરંતુ ઓનલાઈન, યુપીઆઈ, મોબાઈલ બેંકિંગ અને એટીએમ સેવાઓ કોઈપણ વિક્ષેપ વિના ચાલુ રહેશે, બેંકની રજાઓ તેમને અસર કરશે નહીં.