મેડલની આશા જીવંત રાખતી પી.વી સિંધુ, મહિલા હોકીમાં ફરી ભારત પરાજીત

ટોક્યો ઓલમ્પિકમાં ભારત મેન હોકી ટીમનો ફાઇનલમાં પ્રવેશ..!
ટોક્યો ઓલમ્પિકમાં ભારત મેન હોકી ટીમનો ફાઇનલમાં પ્રવેશ..!

વધુ એક તીરંદાજ તરૂણદિપ ફેંકાયો, હવે દિપીકાકુમારી પર દેશની આશા

જાપાનના ટોકીયો શહેરમાં ચાલી રહેલા વિશ્ર્વના સૌથી મોટા ખેલકુદ મેળાવડા ઓલિમ્પિકમાં ભારત આશા અને નિરાશા વચ્ચે ઝોલા ખાતુ રહયું છે. મહિલા બેડમીન્ટનના સિગ્લમાં પીવીસિધ્ધુએ છેલ્લા 16માં પ્રવેશ કરીને ભારત માટે ચંદ્રકની આશા જીવંત રાખી છે. પણ હોકીમાં ભારતીય મહિલા ટીમે સતત ત્રીજો પરાજય મેળવ્યો હતો. ભારતીય મહિલાઓ ગ્રેટબ્રિટન સામે પરાજીત થઇ હતી. એ જ રીતે તીરંદાજીમાં તરૂણદિપ કવોલીફાય થઇ શકયો નથી અને ફેંકાઇ ગયો છે.

Subscribe Saurashtra Kranti here

સ્વીમીંગ એટલે કે તરણસ્પદ્યામાં વિશ્ર્વ વિખ્યાત મહિલા સ્વીમર કેટી. લેડેકી એ સતત છઠ્ઠો ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીત્યો છે. મહિલાઓની 1500 મીટર ફ્રી સ્ટાઇલ તરણ સ્પદ્યામાં અમેરીકાની કેટીએ વિજય મેળવી નવો ઇતિહાસ રચી દિધો છે. સેઇલીંગમાં ભારતના ગણપતી અને વરૂણ ઠક્કરે 49મું સ્થાન મેળવ્યું હતું.

બેડમીન્ટનની વાત કરીએ તો પીવીસિંધુએ આક્રમક રમત બતાવીને હોંગકોંગની ચી.યુંગને 21-9, 21-16થી પરાજય આપી નોકઆઉટ રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો હતો.વ્યકિતગત તીરંદાજી સ્પદ્યામાં તરૂણદિપ રાય બીજા રાઉન્ડમાં જ બહાર ફેંકાઇ ગયો હતો.

Read About Weather here

મહિલા હોકી વિભાગમાં ગ્રેટબ્રિટનનો ભારત સામે 4-1થી સાન્દાર વિજય થયો હતો. ભારતીય મહિલા ટીમનો આ સળગ ત્રીજો પરાજય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here