મુખ્યમંત્રી નીતિશ કુમારની રેલીમાં પથ્થર-ડુંગળીનો મારો: બોલ્યા હજુ ફેંકો

41

બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદૃાન વચ્ચે મુખ્યમંત્રી નીતીશકુમાર ત્રીજા તબક્કાના મતદૃાન માટે મધુબનીના હરલાખીમાં જાહેર સભાને સંબોધવા પહોંચ્યા હતા. સભા દરમ્યાન નીતીશકુમાર પર ચાલુ ભાષણે દરમિયાન ભીડમાંથી એક યુવકે પથ્થર ફેંક્યો હતો. નીતીશ પર ડુંગળી પણ ફેંકવામાં આવી હતી.

નીતીશ પર પથ્થર ફેંકનારા યુવકે દારૂબંધીને લઈને હોબાળો મચાવ્યો હતો. પથ્થર ફેંકનાર વ્યક્તિએ સતત નારેબાજી કરતા કહૃાું હતું કે, બિહારમાં જાહેરમાં દારૂ વેચાઈ રહૃાો છે. દૃારૂની તસ્કરી થઈ રહી છે પરંતુ તમે કંઈ કરી શકતા નથી.

નીતીશ કુમારના સુરક્ષાકર્મીઓએ તે વ્યક્તિને રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ગુસ્સાથી લાલઘુમ નીતીશ કુમારે કહૃાું હતું કે, ફેંકવા દો, જેટલા ફેંકવા હોય ફેંકવા દો.

જોકે નીતીશ કુમારે પોતાનું ભાષણ યથાવત રાખ્યું હતું. નીતીશ પોતાના ભાષણને આગળ વધારતા કહૃાું હતું કે, અમે તે માટે કહી રહૃાા છીએ કે સરકાર આવ્યા બાદ રોજગારની તકો ઉભી થશે. કોઈએ બહાર જવું પડશે નહીં. જે લોકો આજે સરકારી નોકરીની વાત કરી રહૃાા છે તેઓ જવાબ આપે કે જ્યારે તે સત્તામાં હતા તો કેટલા લોકોને રોજગાર આપ્યો?

ચૂંટણી પ્રચાર દરમિયાન નીતીશ કુમારે ઘણીવાર વિરોધનો સામનો કરવો પડ્યો છે. ઘણી રેલીઓમાં નીતીશ કુમારની સામે તેમના વિરોધ નારેબાજીકરવામાં આવી છે. અગાઉ મુઝફરપુરની રેલીમાં નીતીશ સામે કેટલાક લોકોએ લાલૂ યાદવ જિંદાબાદના નારા લગાવ્યા હતા. આ દરમિયાન નીતીશે કહૃાું હતું કે, જેના જિંદાબાદના નારા લગાવી રહૃાા છો તેને સાંભળવા જાવ.