Subscribe Saurashtra Kranti here.
ફાટેલા જીન્સનો વિવાદ: મુખ્યમંત્રી તીરથ સિંહએ માફી માંગી
ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતે રિપ્ડ જીન્સને મુદ્દે પોતાના નિવેદનથી સર્જાયેલા વિવાદને પગલે હવે યુ-ટર્ન લઈ લીધો છે. શુક્રવારે સીએમ રાવતે જણાવ્યું કે મહિલાઓના વસ્ત્રોને લઈને તેમની ટિપ્પણી ભારતીય મૂલ્યો તેમજ સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને હતી. આ નિવેદનનો ઉદ્દેશ કોઈને અપમાનિત કરવા ન હતો. નારીશક્તિનું સમ્માન મારા માટે હંમેશા સર્વોપરી રહૃાું છે. સીએમ તીરથ સિંહ રાવતે જણાવ્યું કે, જો તેમના નિવેદનથી કોઈની લાગણી દૃુભાઈ છે તો તેઓ માફી માંગે છે. દરેક વ્યક્તિ પોતાની ઈચ્છા અને પસંદગી મુજબ વસ્ત્રો પહેરવા સ્વતંત્ર છે.
ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસ પૂર્વે તીરથ સિંહ રાવતે મહિલાઓના વસ્ત્ર પરિધાનને લઈને ટિપ્પણી કર્યા બાદ તેઓ વિવાદમાં ઘેરાયા હતા. આ મામલાનો બીજી વીડિયો ગુરુવારે વાયરલ થયો હતો. વીડિયોમાં તેઓ શ્રીગરની કોલેજનો કિસ્સો જણાવતા હતા જેમાં છોકરીઓના શોર્ટ્સ પર ટિપ્પણી કરી રહૃાા હતા. આ અગાઉ તેમણે મહિલાઓ દ્વારા પહેરવામાં આવતા ફાટેલા જીન્સ મુદ્દે નિવેદન કર્યું હતું. તેમના આ નિવેદનથી જુદા જુદા રાજ્યોમાં તેમની સામે વિરોધનો જુવાળ ઉભો થયો હતો.
Read About Weather here
દેહરાદૃૂન, અલ્મોડા તેમજ હરિદ્વાર સહિત અન્ય શહેરોમાં કોંગ્રેસે વિરોધ પ્રદર્શન પણ કર્યું અને સોશિયલ મીડિયા પર સીએમ રાવતનો ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. દેહરાદૃૂનમાં બાળ આયોગના એક કાર્યક્રમમાં સીએમ રાવતે જણાવ્યું કે, આજકાલના યુવાનો ઘૂંટણી દેખાય તેવા રિપ્ડ જીન્સ પહેરીને પોતાને મોટા બાપની સંતાન સમજે છે. આવી ફેશનમાં છોકરીઓ પણ પાછળ નથી. તેમણે પોતાની એક વિમાન યાત્રાનો ઉલ્લેખ કરતા તેમની સાથેની સહયાત્રી મહિલાના રિપ્ડ જીન્સ પર પણ ટિપ્પણી કરી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here