મુખ્યમંત્રી કેજરીવાલ આજે ગ્રીન દિલ્હી એપ લોન્ચ કરશે

49

પ્રદુષણ પર પ્રતિબંધ લાવવા માટે દિલ્હી સરકારે પ્રદુષણ વિરુદ્ધ અભિયાન ચલાવી રહી છે, જે અંતર્ગત સતત કોઈને કોઈ પગલાં લેવામાં આવી રહૃાા છે. આ કડીમાં દિલ્હી સરકાર હવે એક એવી એપ લાવવા જઈ રહી છે. જેનાથી દિલ્હીનો કોઈ પણ નાગરિક દિલ્હીમાં પ્રદુષણના પરિબળોને લઈને ફરિયાદ કરી શકશે. મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ ૨૯ ઓક્ટોબરે બપોરે ૧૨ વાગ્યે ગ્રીન દિલ્હી એપનો પ્રારંભ કરાવશે.

મંગળવારે દિલ્હીના પર્યાવરણ પ્રધાન ગોપાલ રાયે આને લઈને અલગ અલગ વિભાગોના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી. ગ્રીન દિલ્હી એપથી સંબંધિત ફરિયાદ નિવારણ પ્રક્રિયાને લઈ કરવામાં આવી. આ સમીક્ષા બેઠકમાં પર્યાવરણ વિભાગ, રાજસ્વ વિભાગ, એમસીડી, એનડીએમસી, ડીડીએ, પીડબ્લ્યૂડી, દિલ્હી પોલીસ, દિલ્હી ફાયર સર્વિસ, એનએચએઆઈ જેવા અનેક વિભાગોના નોડલ અધિકારીઓ પણ સામેલ થયા હતા. આ ગ્રીન દિલ્હી એપનો ઉપયોગ કરી લોકો કચરો બાળવા, ઔદ્યોગિક પ્રદુષણ, ધૂળની ફરિયાદોથી સરકારને અવગત કરાવી શકશે.