મુકેશ અંબાણીએ 600 કરોડમાં ખરીદ્યો ગોલ્ફ રિસોર્ટ…

મુકેશ અંબાણી
મુકેશ અંબાણી

હવે મુકેશ અંબાણીએ હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રીઝમાં પણ ઝુકાવવાનુ નક્કી કર્યુ છે

ભારતના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી હવે હોટલ સેક્ટરમાં પણ પગપેસારો કરી રહૃાા હોય તેમ લાગે છે.

તેમણે બ્રિટનમાં આવેલા ગોલ્ફ રિસોર્ટ અને કંટ્રી ક્લબ સ્ટોક પાર્કને લગભગ ૬૦૦ કરોડ રુપિયામાં ખરીદી લીધો હોવાના અહેવાલો મળ્યા છે. આ ગોલ્ફ રિસોર્ટ માત્ર બ્રિટન જ નહીં પણ સમગ્ર યુરોપના સૌથી પોશ રિસોર્ટ તરીકે જાણીતો છે. સ્ટોક પાર્ક રિસોર્ટમાં હોલીવૂડની સંખ્યાબંધ ફિલ્મોના પણ શૂટિંગ થયા છે. આ રિસોર્ટ ૩૦૦ એકરમાં ફેલાયેલો છે અને અહીંયા રહેવા માટે ૪૯ રુમો છે.

Subscribe Saurashtra Kranti here

ફાઈવ સ્ટાર રિસોર્ટમાં એક એક થી ચઢિયાતી સુવિધાઓ છે. આ પહેલા રિસોર્ટની માલિકી કિંગ પરિવાર પાસે હતી.જે રિસોર્ટને વેચવા માટે છેલ્લા કેટલાક સમયથી કોઈ કંપનીને શોધી રહૃાા હતા. આ ડીલ સાથે જ હવે મુકેશ અંબાણીએ હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રીઝમાં પણ ઝુકાવવાનુ નક્કી કર્યુ છે તેવી ચર્ચા શરુ થઈ છે.

Read About Weather here

અગાઉ તેમણે ૨૦૧૯માં પણ બ્રિટનમાં એક ડીલ કરી હતી. જેમાં તેમણે બ્રિટનની ૨૬૦ વર્ષ જુની ટોય સ્ટોર ચેન હેમ્લિઝને ખરીદી લીધી હતી. એ પછી બ્રિટનમાં તેમની આ બીજી મોટી ડીલ છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here