મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ લખવીને ટેરર ફંડિંગ કેસમાં ૧૫ વર્ષની સજા

49

લાહોરની કોર્ટે ફટકારી સજા

પાકિસ્તાનની એક આતંકવાદ વિરોધી અદાલતે મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ અને આતંકવાદી સંગઠન લશ્કર-એ-તોયબાના સર્વેસર્વા ઝકી-ઉર-રહેમાન લખવીને ૧૫ વર્ષની જેલની સજા ફટકારી છે. આતંકવાદી લખવી પર દંડ પણ ફટકાર્યો છે. લાહોરની અદાલતે આતંકવાદી ગતિવિધિઓ માટે નાણાં પુરા પાડવાના આરોપમાં લખવીને સજા ફટ્કારી છે.

જોકે પાકિસ્તાનની આ કાર્યવાહી માત્ર દેખાડો જ છે. માનવામાં આવી રહૃાું છે કે,FATFની બેઠક પહેલા જ પાકિસ્તાન સરકારે દબાણમાં આવીને લખવીને સજા અપાવી છે. આ લખવી મુંબઈ હુમલા ઉપરાંત ભારતના વિમાનનું અપહરણ કરીને કંદહાર કાંડને અંજામ આપવામાં પણ મોખરે હતો.

લશ્કર-એ-તૈયબાના ઓપરેશનંસ કમાંડર આતંકી ઝકીઉર રહેમાન લખવીને પાકિસ્તાનમાં ૧૫ વર્ષની સજા સંભળાવવામાં આવી છે. ટેરર ફંડિંગ સાથે જોડાયેલા એક મામલામાં ગત થોડા દિૃવસમાં લખવીને ધરપકડ કરવામાં આવ્યો હતો.

આજે શુક્રવારના રોજ લાહૌર એન્ટી ટેરરિઝ્મ કોર્ટે આતંકવાદી સંગઠન લશ્કર-એઓ-તોયબાના સર્વેસર્વા ઝકી-ઉર-રહેમાન લખવીને ૧૫ વર્ષની જેલની સજા સંભળાવી છે. લાહૌરમાં ઝકીઉર રહેમાન લખવી વિરુદ્ધ ટેરર ફંડિંગનો મામલો નોંધાયેલો હતો. તેના પર આરોપ હતો કે, ડિસ્પેંસરીના નામ પર પૈસા એકઠો કરતો હતો અને તેનો ઉપયોગ આતંકી ગતિવિધિઓમાં કરતો હતો. મુખ્ય રૂપથી તેનો ઉપયોગ આતંકીઓને તૈયાર કરવામાં આ પૈસા લગાવવામાં આવતા હોવાનો પણ આરોપ હતો.

ઝકીઉર રહેમાન લખવીને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પણ આતંકી જાહેર કરવામાં આવ્યો હતો. જે લાંબા સમયથી ધરપકડથી બચીને છૂપાયેલો હતો. પણ હાલમાં જ FATF બેઠક પહેલા પાકિસ્તાને તેના પર એક્શન લઈને જેલમાં નાખ્યો હતો.

મુંબઈમાં થયેલા આતંકી હુમલામાં હાફિઝ સઈદની સાથે ઝકીઉર રહેમાન લખવી પણ આરોપી હતો. આ મામલામાં તેને જેલ પણ થઈ હતી. પણ ૨૦૧૫માં તેને જામીન મળતા તે બહાર આવી ગયો હતો. ગત દિવસોની વાત કરીએ તો, તેની ધરપકડ થતાં અમેરિકા પણ રાજી થયુ હતું.

ફેબ્રુઆરી મહિનામાં ફાઈનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સની બેઠક થવાની હતી. આ સંસ્થામાં દેશોમાં આતંક વિરુદ્ધ લડવા માટે પૈસા આપે છે. લાંબા સમયથી પાકિસ્તાન પર અહીં ગ્રે લિસ્ટમાં નાખવાની વાતો ચાલી રહી છે. ત્યારે આવા સમયે પાકિસ્તાન પોતાની ચાલ અપનાવી કોઈને કોઈ આતંકી પર એક્શન લઈ ગ્રે લિસ્ટમાંથી છટકી જવાનો પ્લાનમાં સફળ થઈ જાય છે.