મુંબઈમાં આતંકવાદી હુલમાની ચેતવણી, પોલીસે ડ્રોન પર પ્રતિબંધ લગાવ્યો

33

દેશના આર્થિક પાટનગર મુંબઈમાં મોટા આતંકવાદી હુમલા થવાની આશંકાના ઈનપુટ મળ્યા બાદ મુંબઈ પોલીસે શહેરમાં ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ મામલે મુંબઈ પોલીસે આદેશ જાહેર કરીને કહૃાું કે, ઈન્ટેલિજન્સ બ્યુરોના ઈનપુટ પ્રમાણે આવનારા તહેવારના દિવસોને ધ્યાનમાં રાખીને આગામી સમયમાં આતંકવાદી અથવા એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ ડ્રોન અથવા તો રિમોટ ઓપરેટેડ લાઈટ એર ક્રાફટ, એર મિસાઈલ અથવા તો પેરાગ્લાઈડરસના ઉપયોગ કરીને આતંકવાદી હુમલો કરી શકે છે, જેના ટારગેટ પર ફફૈંઁ અથવા તો ભીડભાડવાળી જગ્યા હોઈ શકે છે. જેને ધ્યાનમાં રાખીને કોઈ પણ લાઈંગ ઓબ્જેક્ટને ઉડાવવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

મુંબઈમાં અત્યાર સુધીનો સૌથી મોટો આતંકવાદી હુમલો ૨૬ નવેમ્બર ૨૦૧૮ના રોજ થયો હતો. પાકિસ્તાનથી આવેલા આતંકવાદીઓએ મુંબઈના કેટકેટલાક ઠેકાણાઓ પર આતંકવાદી હુમલા કર્યા હતા. જેમાં ૧૭૪ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા જ્યારે ૩૦૦થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

આગામી મહીનામાં નવેમ્બર મહીના દરમિયાન દેશભરના લોકો તહેવારોના મૂડમાં હશે અને મુંબઈ પોલીસને મળેલી બાતમી અનુસાર આ તહેવારની સીઝન દરમિયાન આતંકવાદી હુમલો થઈ શકે છે. એવામાં સાવધાની વર્તતા મુંબઈ પોલીસે પહેલેથી જ ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ લગાવી દઈને સુરક્ષા બંદોબસ્ત વધુ મજબૂત બનાવી દીધું છે.