મુંબઇમાં 68 વર્ષથી ચાલતી કરાચી બેકરીને મનસેની ધમકીને પગલે અલીગઢી તાળા!!

14

નામ બદલી નાખવા રાજ ઠાકરેની પાર્ટીએ દબડાવ્યા હતા

મુંબઇના વિખ્યાત બાંદરા પરા વિસ્તારમાં આવેલી 68 વર્ષ જૂની કરાચી બેકરી રાજ ઠાકરેના પક્ષ મનસેની ધમકીના કારણે બંધ કરવાની ફરજ પડી છે. આ પાકિસ્તાની નામ બદલી નાખવા કેટલાક મહિનાઓ પહેલા મનસે દ્વારા બેકરીના માલીકને ધમકી આપવામાં આવી હતી. ભાગલા પડયા બાદ કરાચીથી મુંબઇ આવી વસેલા સીધી નીરાસરીતો દ્વારા આ નામની બેકરી શરૂ કરવામાં આવી હતી. હૈદરાબાદમાં શરૂ કરાયેલી બેકરી મુંબઇમાં સ્થાપના 1953માં કરવામાં આવી હતી.

ગત નવેમ્બરમાં રાજ ઠાકરેના મનસે પક્ષના ઉપપ્રમુખ હાઝી શૈફ શેખ દ્વારા બેકરી પર જઇ નામ બદલી નાખવા બેકરી માલીકને ધમકી આપવામાં આવી હતી. આ નામ દેશ દ્રોહી અને રાષ્ટ્રવિરોધી હોવાનું મનસેએ દલીલ કરી હતી. ધમકી મળ્યા બાદ થોડા દિવસ પહેલા મુંબઇની કરાચી બેકરીના શટર પાડી દેવામાં આવ્યા છે. આ બેકરી પાકિસ્તાનથી આવેલા હિન્દુ રમનાણી પરીવારની છે.