મુંબઇમાં ક્રુરતા પૂર્વક દુષ્કર્મનો ભોગ બનેલી મહિલાનું મોત

મુંબઇમાં ક્રુરતા પૂર્વક દુષ્કર્મનો ભોગ બનેલી મહિલાનું મોત
મુંબઇમાં ક્રુરતા પૂર્વક દુષ્કર્મનો ભોગ બનેલી મહિલાનું મોત

વધુ એક મહાનગરમાં સર્જાયું નિર્ભયા પ્રકરણ

સાકીનાકા વિસ્તારની પાશવી ઘટના અંગે એક આરોપીની ધરપકડ: રસ્તા પર ઉભેલા ટેમ્પોમાં 34 વર્ષની મહિલા પર ક્રુરતાની તમામ હદો પાર કરાઇ

ગયા અઠવાડીએ દુષ્કર્મનો ભોગ બનેલી 34 વર્ષની પીડિતાનું શનિવારે સારવાર દરમ્યાન મોત: સમગ્ર મુંબઇ મહાનગરમાં અરેરાટી અને ખળભળાટ સર્જી દેતી ઘટના
દિલ્હીમાં યુવતી પર ભયાનક દમન અને દુષ્કર્મની કેટલાક વર્ષો જૂની ઘટનાને યાદ કરાવતી અરેરાટી ભરી ઘટનામાં મુંબઇ ખાતે સાકીનાકા વિસ્તારમાં ક્રુરતા પૂર્વક થયેલા દુષ્કર્મનો ભોગ બનેલી 34 વર્ષની પીડિત મહિલાનું શનિવારે સવારે હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયું હતું. આથી દુષ્કર્મની આ ઘટના હત્યામાં પરીણમી છે. પોલીસે પોલીસે આ ઘટના બદલ 45 વર્ષના એક આરોપી મોહન ચૌહાણની ધરપકડ કરી લીધી છે.

Visit Saurashtra Kranti Homepage here

દિલ્હીની પાશવી ઘટનાની યાદી આપતા બનાવમાં શુક્રવારે સાકીનાકા વિસ્તારમાં રસ્તા પર ઉભેલા એક ટેમ્પોમાં ધસડી જઇને 34 વર્ષની મહિલા પર પશવી ઢબે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને તેની પર લોખંડના સળીયાથી અધમતા આચરવામાં આવી હતી. શુક્રવારે વહેલી સવારે 3:30 વાગ્યે પોલીસ ઇમરજન્સી ક્ધટ્રોલને એક કોલ આવ્યો હતો. ફોન કરનારે પોલીસને જાણ કરી હતી કે સાકીનાકા થઇરાણી રોડ પર એક મહિલા લોહીથી લથબથ હાલતમાં રસ્તા પર પડી છે.

Read About Weather here

એક ટેમ્પો ડ્રાયવરે તેને માર માર્યો હોવાનું અને લોખંડના સડીયાથી ગુપ્ત ભાગોમાં ઇજા કર્યા હોવાનું બહાર આવ્યું હતું. ઘટનાની જાણ થતા પોલીસ તરત જ રસ્તા પર ધસી ગઇ હતી. ઇજાથી કળસતી મહિલામાં રજાવાડી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ટેમ્પોની અંદર ચારે તરફ લોહીના ડાધા દેખાયા હતા. મુંબઇ પોલીસે ઝડપી તપાસ હાથ ધરીને મોહન ચૌહાણ નામના શખ્સની ધરપકડ કરી હતી. આ ઘટનામાં અન્ય કોઇ શખ્સો હતા કે કેમ તેની પોલીસ તપાસ કરી છે. બપોરે 3 વાગ્યા બાદ પોલીસે પત્રકાર પરીષદ બોલાવી છે જેમાં તમામ વિગતો જાહેર કરવામાં આવશે. આ ઘટનાએ સમગ્ર મહાનગરને હચમચાવી નાખ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here