‘મિર્ઝાપુર 3’ : કાલીન ભૈયાએ પૂછ્યું – તમે અમને ભૂલી ગયા છો?…

મિર્જાપુરના જે સમયગાળાની દર્શકો રાહ જોઈ રહ્યા હતા તે હવે તેમની સામે છે. નિર્દેશક ગુરમિત સિંહે બે સીઝનના પ્રશંસનીય પાત્રોની સાથે વાર્તા અને પાત્રોને સુંદરતાથી આગળ વધાર્યા છે પણ જે શોક વેલ્યુની એટલે કે સમયગાળાની ઓડિયન્સને આશા છે તે સીરીઝમાં દમદાર રીતે બહાર નથી આવી શકતી.

કલાકારોની અભિનય સીટીઝનો પ્લસ પોઈન્ટ છે પણ તેની ગતિ પહેલી સીઝન જેવી તેજ તર્રાર હોત તો સોનામાં સુગંધ ભી હોત. પાછલી સીરીઝની વાર્તા સીઝનના અંતથી શરૂ થાય છે.

‘મિર્ઝાપુર 3’ : કાલીન ભૈયાએ પૂછ્યું – તમે અમને ભૂલી ગયા છો?… મિર્ઝાપુર 3

ગુડ્ડુ પંડિત (અબ ફઝલ) મુન્ના ત્રિપાઠી (દિવ્યેન્દુ શર્મા)ને મારીને અને કાલીન ભૈયા (પંકજ ત્રિપાઠી)ને પોતાના માર્ગથી હટાવીને મિર્ઝાપુરનો સ્વઘોષિત બાહુબલિ બની ચૂકયો છે પણ તે વાતથી અજાણ છે કે શરદ શુકલા (અંજુમ શર્મા) ઘાયલ કાલીન ભૈયાને બચાવી લે છે. ગુડ્ડાની રાઈટ એન્ડ હેન્ડ બનેલી લેડી ડોન ગોલુ (શ્વેતા ત્રિપાઠી) ગુડ્ડુને સાથ આપે છે.

‘મિર્ઝાપુર 3’ : કાલીન ભૈયાએ પૂછ્યું – તમે અમને ભૂલી ગયા છો?… મિર્ઝાપુર 3

સીરીઝ-3ની સૌથી મોટી ખૂબી એ છે કે ગુડ્ડુ અને શરદનો ઉદય, જે સીરીઝમાં નવાપણુ લાવે છે પણ સીરીઝના 10 એપીસોડ હોવા લાંબુ લાગે છે. જો કે વાર્તામાં અને ટર્ન અને ટવીસ્ટ રાખ્યા છે. તેના દરેક પાત્રો છુપાયેલા એજન્ડા ઉત્સુકતાથી જાળવી રાખે છે. જો કે કાલીન ભૈયાને ઘણો ઓછો સ્ક્રીન સ્પેસ અપાયો છે, જેની કમી તેના ચાહકોને અસર કરશે.

‘મિર્ઝાપુર 3’ : કાલીન ભૈયાએ પૂછ્યું – તમે અમને ભૂલી ગયા છો?… મિર્ઝાપુર 3

હા ધ્રુજારી પેદા કરતા એકશન દ્દશ્યો, કોર્ટ રૂમ ડ્રામા, ગુડ્ડુ અને શરદની ફાઈટ જેવા સિકવન્સીઝ રસપ્રદ બન્યા છે. કલાઈમેકસના 10 મીનીટ દર્શકોને ચોંકાવી દે છે. સંજયકપુર અને કુણાલ કુરેશીની સિનેમેટોગ્રાફી એકશન દ્દશ્યોમાં ખીલી ઉઠે છે. આનંદ ભાસ્કરનું સંગીત સરેરાશ છે પણ જોન સ્ટુઅર્ટ એડુરીનો બ્રેક ગ્રાઉન્ડ સ્કોર જકડી રાખે છે.અલી ફઝલ, અંજુમ શર્માએ સંયમિત અભિનય કર્યો છે. શ્વેતા ત્રિપાઠી છવાઈ ગઈ છે. ઈશા તલવાર સહિતના કલાકારોએ જોરદાર અભિનય કર્યો છે.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here