મિત્રનો જીવ બચાવવા ઓક્સિજન સીલીન્ડર લઇ કરી 1400 કિમીની મુસાફરી

ઓક્સિજન સીલીન્ડર લઇ મુસાફરી
ઓક્સિજન સીલીન્ડર લઇ મુસાફરી

દેવેન્દ્રે રવિવારે બપોરે બોકારોમાંથી ઓક્સિજન સિલિન્ડરની વ્યવસ્થા કરીને કારમાં નોયડા જવા માટે નિકળી પડ્યા હતા

કોરોનાકાળમાં પોતાના નિકટના લોકો અને સ્વજનોનો જીવ બચાવવા માટે લોકો કોઈ પણ હદ સુધી જઈ રહૃાા છે.લોકો રેમડેસિવિર અને ઓક્સિજન સિલિન્ડર માટે કાળાબજારમાં હજારો રુપિયા પણ ચુકવી રહૃાા છે.
આવા સંજોગોમાં ઝારખંડના બોકારોમાં રહેતા એક યુવાને નોયડામાં રહેતા પોતાના મિત્રનો જીવ બચાવવા માટે ઓક્સિજન સિલિન્ડર સાથે કારમાં ૧૪૦૦ કિલોમીટરની મુસાફરી કરી હતી.જેને પણ આ વાતની ખબર પડી રહી છે તે આ બંને દોસ્તોની મિત્રતાના વખાણ કરી રહૃાુ છે.

Subscribe Saurashtra Kranti here

બોકારોમાં રહેતા દેવેન્દ્રને ખબર પડી હતી કે, નોયડામાં રહેતા પોતાના મિત્ર અને આઈટી કંપનીમાં કામ કરતા રંજન અગ્રવાલને કોરોના થયો છે.તે હોસ્પિટલમાં એડમિટ છે પણ ઓકસીજનની વ્યવસ્થા થઈ શકી નથી.આ જાણકારી મળ્યા બાદ દેવેન્દ્રે રવિવારે બપોરે બોકારોમાંથી ઓકસીજન સિલિન્ડરની વ્યવસ્થા કરીને કારમાં નોયડા જવા માટે નિકળી પડ્યા હતા.

Read About Weather here

જોકે બોકારોમાં પણ સિલિન્ડરની વ્યવસ્થા કરવી સહેલી નહોતી.આમ છતા ગમે તેમ કરીને તેમણે ખાલી સિલિન્ડર મેળવીને ઓક્સિજન ભરાવ્યો હતો.

દેવેન્દ્રનુ કહેવુ છે કે, બિહાર અને યુપી બોર્ડર પર મને પોલીસે રોક્યો હતો પણ જ્યારે મેં તેમને નોયડા જવાનુ કારણ કહૃાુ હતુ ત્યારે પોલીસે પણ મને જવા દીધો હતો.હવે મારા દોસ્તની હાલત સારી છે.હું અહીંયા જ રહેવાનો છું , જ્યાં સુધી મારો મિત્ર સંપૂર્ણ સાજો ના થઈ જાય.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here