માસ્ક પહેરવાનું કહેતા ઉબેર ડ્રાઈવર પર ભડકી મહિલા: વિડીયો વાયરલ થતા અટકાયત (15)

8
UBER-DIVER-MASK-LADIES
UBER-DIVER-MASK-LADIES

માસ્ક

તેણે ટેક્સીમાં રહેલી ત્રણેય મહિલાઓને માસ્ક પહેરવાની વિનંતી કરી હતી

કેબ ડ્રાઇવરોના દૃુર્વ્યવહારના સમાચાર તો હંમેશા સામે આવતા રહે છે, પરંતુ અમેરિકામાં એક ડ્રાઈવરને મહિલા મુસાફરની ગેરરીતિનો સામનો કરવો પડ્યો. ડ્રાઇવરનો વાંક માત્ર એટલો હતો કે, તેણે મહિલાઓને માસ્ક લગાવવા કહૃાું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહૃાો છે અને વીડિયો જોતા તમામ લોકો મહિલા મુસાફરોની ટીકા કરી રહૃાુ છે. ત્યારે, વીડિયો વાયરલ થયા બાદ સેન ફ્રાન્સિસ્કો પોલીસના હરકતમાં આવતા એક આરોપી મહિલાની ધરપકડ કરી છે.

Subscribe Saurashtra Kranti here.

સેન ફ્રાન્સિસ્કોમાં એક ટેક્સી ચલાવતા ઉબર ડ્રાઈવર શુભાકરે મહિલા મુસાફરોની હરકતો વિરોધી કેમેરામાં કેદ કરી હતી, જેના કારણે પોલીસ આરોપી સુધી પહોંચી ગઈ હતી. શુભાકર કહે છે કે તેણે ટેક્સીમાં રહેલી ત્રણેય મહિલાઓને માસ્ પહેરવાની વિનંતી કરી હતી, પરંતુ તેઓએ ના માત્ર આ વાતનો ઇનકાર કર્યો પરંતુ ગેરવર્તન શરૂ કર્યું. એક મહિલાએ શુભાકરના ચહેરા પર જોરથી ખાંસી ખાધી હતી અને ત્યારબાદ તેનું માસ્ક પણ કાઢી નાખ્યું હતું. આરોપીએ ડ્રાવઈવરનો મોબાઇલ છીનવાનો પ્રયત્ન પણ કર્યો હતો.

Read About Weather here

શુભાકરના મુજબ, જ્યારે તેણે માસ્ક લગાવવા કહૃાું, તો એક મહિલાએ પોતાને કોવિડ પોઝિટિવ ગણાવી હંગામો શરૂ કર્યો હતો. ૩૨ વર્ષીય ડ્રાઈવરે જણાવ્યું કે, તેની સાથે અભદ્રતા કર્યા બાદ જ્યારે તમામ મહિલાઓ ટેક્સીથી બહાર નીકળી, ત્યારે તેમાંથી એક મહિલાએ દરવાજાથી ગાડીની અંદર પેપર સ્પ્રે છાંટ્યો જેના કારણે તેનો શ્ર્વાસ લેવામાં મુશ્કેલી થવા લાગી હતી. આ ઘટનાનો વીડિયો એક મહિલા પત્રકારે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

Read e-paper here

Subscribe Saurashtra Kranti here

Do Follow Facebook here

Read politics News here

Read About Weather here