એક સાધુ પાસે માસ્ક બદલ દંડ વસુલ કરનાર મ્યુ.કમિશનરને ભાજપના કાર્યક્રમોની ભીડ દેખાતી નથી?,સરકારી તંત્ર અને સત્તાપક્ષના મેળાવડાઓમાં નિયમ ભંગ કરતી જનમેદની ભેગી કરવાનો પીળો પરવાનો: અશોક ડાંગર
માસ્ક સહિતના કોવિડ નીતિ નિયમોના પાલનમાં દેખીતા પક્ષ પાત અને વ્હાલા દવલા ગીરીનું સામ્રાજય!
આમ જનતા પરસેવાની કમાણીમાંથી દંડ ભરે છે પરંતુ ભાજપના કાર્યક્રમોમાં છૂટછાટની લીલા લહેર છે
પોલીસ શું કરે? સત્તાધારી પક્ષના કાર્યક્રમોમાં પોલીસને મુક પ્રેક્ષક બની રહેવા સીવાય કોઇ છૂટકો નહીં
શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરએ જણાવ્યું છે કે રાજકોટમાં અને અન્યત્ર માસ્કના નામે આમ જનતા અને રાહદારીઓથી માંડીને વેપારીઓ, દુકાનદારો તથા લારી-ગલ્લાવારાઓ પર દંડના જે પ્રહારો થઇ રહયા છે. એ સમસ્યા હવે આમ જનતા માટે રીતસર માથાનો દુખાવો બની રહી છે. માસ્કનો નિયમ અત્યંત જરૂરી છે એ વાત સાચી પણ માસ્ક સહિતના નીતિનિયમોના પાલન અને દંડ ભરવાની જવાબદારી ખાલી સામાન્ય જતાની હોય એવો જે તાલ સર્જાય રહયો છે. તેના કારણે લોકોમાં ભારે ક્કળાટ ઉભો થવા પામ્યો છે. પરસેવાની કમાણીમાંથી જયારે કોઇ સામાન્ય વ્યકિતને મોટી રકમનો દંડ અકારણ ભરવો પડે છે. ત્યારે તેની અને તેના પરિવારની જે અવદશા થાય છે.
પીડા એમના ચહેરા પર કોઇ નજર નાખે તો જ સમજાય. સરવાળે માસ્કના નીતિનિયમોના પાલનમાં હદ વટાવતી કડકાઇ માત્ર અને માત્ર સામાન્ય જનતા સાથે કરવામાં આવી રહી છે. ખુલ્લે આમ પક્ષપાત અને વ્હાલા દવલા ગીરી આચરવામાં આવી રહયા છે. આવા સવાલો લોકોમાં સુકામ ઉઠી રહયા છે એ પણ વિચાર પ્રેરક ગણાય આ સવાલો એટલા ઉઠે છે કે, સત્તાધારી પક્ષ ભાજપ ગમે ત્યારે ગમે ત્યાં જાહેર કાર્યક્રમનું આયોજન કરે છે. ત્યાં જંગી પ્રમાણમાં ભીડના દ્રશ્યો સામાન્ય છે. મોટા ભાગના લોકો અને ખુદ નેતાઓ પણ માસ્ક વગર હસતા ચહેરે અખબારી તસ્વીરકારો સમક્ષ તસ્વીરો ખેંચાવતા રહે છે. સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા હોય છે. આ સમયે પોલીસ લાચારીથી મુકપ્રેક્ષક બનીને તાલ જોતી રહે છે. બલકે એવું કહી શકાય કે, એમને તાલ જોતા રહેવાની ફરજ પડે છે. માસ્કના નિયમો ભાજપના નેતાઓ અને કાર્યકરોને કેમ લાગુ કરવામાં આવતા નથી કે નડતા નથી. એવો સવાલ સામાન્ય જનતામાં ઉઠવો સ્વભાવીક છે. કેમ કે માસ્કના નિયમના પાલનમાં છેલ્લા કેટલાક સમયથી અતિરેખ પર અતિરેખ થઇ રહયાની ઠગલા બંધ ફરીયાદો લોકોમાંથી ઉઠે છે. પણ એ બાપડી જનતા બીચારી જાય કયાં અને કરે શું? તેમણે મહેનતની કમાણીમાંથી અને બાળકોના પેટ કાપીને પુરૂષાર્થથી કમાવેલા નાણાનો મોટો ભાગ સામાન્ય ભુલને કારણે સરકારી તીજોરીને ચરણે ધરી દેવો પડે છે. પરંતુ બીજી તરફ એજ પ્રજા મુંગે મોઢે ત્રાસ સહન કરતા કરતા જયારે ભાજપના જંગી હાજરીવાળા મેળાવડા અને કાર્યક્રમમાં નિયમ ભંગનોને કોવિડ ગાઇડલાઇનનો ઉલાળીયો થતી જુએ છે ત્યારે મનમાં સમસમીને બેસી રહેવા સીવાય કશુ કરી શકતી નથી. આ રીતે ભાજપ માટે અને એમના કાર્યકરો અને નેતાઓ માટે નિયમોને છડે ચોક ફગાવી દેવાનો પીળો પરવાનો હોય એવી કડવી લાગણી લોકોના મનમાં ઉભી થવા પામી છે. આમ જનતાને દંડ કરવામાં આવે તેની સામે કોઇને વાંધો હોય શકે નહીં.
જે ભુલ કરે એને દંડ થવો જોઇએ. પણ નિયમોના પાલનમાં કોઇ પક્ષપાત હોવો જોઇએ નહીં. કાયદાની સામે બધા સમાન છે. તો પછી નેતા હોય, અભિનેતા હોય, અધિકારી હોય કે આમ જનતા કાયદાની સામે બધા સમાન છે. નિયમ લાગુ કરવો હોય તો તટસ્થ રીતે અને નિસપક્ષ રીતે તમામ વર્ગને લાગુ કરવો જોઇએ. પરંતુ એવું થઇ રહયું નથી. એ ખુબ જ પીડા દાયક અને નરી આંખે દેખાતી હક્કિત છે. માસ્કના નામે બેફામ ઉધરાણાનો ભોગ રીક્ષાવાળા, થેલાવાળા, નોકરીએ જતા લોકો રોજંદારો અને થડા પર બેથેલા વેપારીઓ જ બનતા હોય છે. કદી કોઇ વીઆઇપીને દંડ થયો હોવાનો એકપણ કિસ્સો સાંભળ્યો છે.? નહીં જ સાંભળ્યો હોય કારણ કે આવા તમામ નિયમો માત્ર સામાન્ય જનતા માટે હોય છે. સત્તાના સીહાસન પર બિરાજતા નેતાઓ કે એમના કાર્યકરોને નિયમ ભંગ કરવાની પુરી છુટ હોય છે. એ ઘટનાઓ સમયે કાયદો અને વયવસ્થા તંત્ર સત્તાધારીઓની સહેસરમમાં આવીને દંડ કરવાનું તો બાજુએ રહયું કરડી નજરે જોવાની સ્થિતિમાં પણ હોતું નથી. આવી રીતે ખુલ્લે આમ નિયમનો ઉજાગરો ચલાવી લેવાય નહીં. આ દેશમાં કાયદાથી કોઇ પર નથી. તાજેતરમાં એક એવી રમુજ ઘટના બની હતી જેને અત્યારે એને અત્યારે ફરીથી રીપીટ કરવી જરૂરી છે.
થોડા સમય પહેલા રાજકોટમાં રસ્તા પર ચાલ્યા જતા એક અલગારી સાધુને પકડીને શહેરના મ્યુ.કમિશનરે માસ્ક માટે દંડ ફટકારયો હતો. એ વખતે સારી એવી ચર્ચા મીડિયામાં પણ થઇ હતી. અને લોકોમાં એવા સવાલો ઉભા થયા હતા કે, એક સંસાર ત્યાગી સાધુને પકડીને દંડ કરનાર મ્યુ.કમિશનર જેવા અધિકારીને ભાજપ દ્વારા ભેગી થતી ભીડ અને નિયમોને બુલડોઝ કરી નાખવાના અનૈયતીક કાર્યો નજરે ચડતા નથી. લોકોને હજી સુધી આ સવાલનો જવાબ મળ્યો નથી. કેમ કે એ મુંગે મોઢે દંડ ભરીને ત્રાસ સહન કરી લે છે. અને બીજી તરફ ભાજપના નેતાઓ અને કાર્યકરોને લીલા લહેર છે. અશોક ડાંગરએ આક્ષેપ કર્યો છે.