માસુમ બાળકોને ભયાનક અને શેતાની માયાવી મોબાઇલની માયાજાળથી છોડાવો

માસુમ બાળકોને ભયાનક અને શેતાની માયાવી મોબાઇલની માયાજાળથી છોડાવો
માસુમ બાળકોને ભયાનક અને શેતાની માયાવી મોબાઇલની માયાજાળથી છોડાવો

બાળકોના ભવિષ્યને ખતરામાં મુકી રહેલી સ્માર્ટ મોબાઇલની સિસ્ટમ: આજનાં તરૂણ વયના સગીર બાળકો રીતસર મોબાઇલના આદી બની રહયા છે: જાત જાતની ગેમ્સની વિપરીત અસરો નાજુક દિમાગ પર થતી હોવાનું ચોકાવનારૂ તારણ: વાલીઓએ હવે કોઇપણ ભોગે આ સમસ્યાનો હલ શોધી કાઢવો જરૂરી: ઓનલાઇન શિક્ષણને કારણે બાળકો રીતસર સ્માર્ટ ફોનના ગુલામ બન્યા: બાળકોની માનસિક શાંતી પર વિપરીત અસર તેમના મન ઉશ્કેરાટ ભર્યા બની રહયા છે

જ્ઞાનના સીમાડાઓને વધુને વધુ વિસ્તૃત કરવા માટે આજના જમાનાનું મહત્વનું સાધન ગણાતા સ્માર્ટ, આધુનિક મોબાઇલ ફોન હવે આર્શીવાદને બદલે અભિશાપ રૂપ બની રહયા હોય એવું સમાજમાં બની રહેલી ઘટનાઓ પરથી અભિપ્રેત થઇ રહયું છે. કેમ કે, મોબાઇલની માયાએ માસુમ અને કાચી વયના સંતાનોને એટલા બધા વિચલીત કરી મુકયા છે કે, એમને મોબાઇલનો રીતસરનો નશો થઇ ગયો છે. સતત મોબાઇલ સાથે વ્યસ્ત રહેવાની ટેવ હવે ધાતક પરીણામો લાવી રહી છે અને આ સારી ટેવ હવે કુટેવમાં પરીવર્તીત થઇ રહી છે. મોબાઇલમાં સતત રચયા પચ્યા રહેવાથી માસુમ અને સગીર વયના બાળકો પરની શારીરિક અને માનસિક અસરો અંગે હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં ચોકાવી દેનારા તારણો બહાર આવી રહયા છે. કોઇ વાલીને કદાચ એ વાતનો ખ્યાલ નથી અથવા તો તેની ગંભીરતા નથી કે એમનું સંતાન દિવસે દિવસે મોબાઇલનું આદી બની રહયું છે અને તેના કેફની અસર એમની માનસિકતા પર થઇ રહી છે.

Read National News : Click Here

બાળકોમાં મોબાઇલના સતત વધતા જતા અને અતિરેખ ભર્યા વપરાશની સાનુકુળને બદલે પ્રતિકુળ અસરો જોવા મળી રહી છે. નિષ્ણાંતો લાલ બત્તી ધરતા કહી રહયા છે કે, ઓનલાઇન શિક્ષણને કારણે કાચી વયના બાળકો મોબાઇલના આદી બની ગયા છે અને જો થોડો સમય પણ એમને મોબાઇલથી દુર કરવામાં આવે તો એમના મન ઉશ્કેરાટમાં આવી જાય છે, એમના મગજ તામસી થઇ જાય છે અને સારાસારનું ભાન કે વિવેક રહેતા નથી. તાજેતરના સમયમાં આપણે ત્યાં જેટલી ઘટનાઓ બની છે તેના પરથી બોધપાઠ લેવો પડે છે અને વાલીઓને આંખ ઉધડવી પણ જરૂરી છે. ગુજરાતના એક સ્થળે તાજેતરમાં પિતાએ મોબાઇલ લઇ ન અપાતા એક સગીર વયના તરૂણે તેના બાપની હત્યા કરી નાખી હતી. આવી ઘટનાઓ ભલે એકલ દોકલ લાગે પણ તેના સંકેતો ખુબ જ ભયાનક છે અને આપણી કાચી વયની ભાવી પેઢી આ ટકુચડા યંત્રને કારણે કેવી વિસમ માનસીક પરિસ્થિતિમાંથી પસાર થઇ રહી છે તેનો આપણને ખ્યાલ આવે છે.

Read About Weather here

તાજેતરમાં આપણે કોરોના મહામારીમાં સમનો કર્યો, શાળા-કોલેજોના દરવાજા બંધ થઇ ગયા, પરીણામે ફરજીયાત પણે ઘરે રહીને બાળકોનું મોબાઇલ અને ટેબલેટ માફરત ઓનલાઇન શિક્ષણ આપવું પડયું જેના કારણે એવા જે પરીવારો જે એમના પાસે સ્માર્ટ ફોન ન હતા એમને પણ એમના માસુમ સંતાનોના હાથમાં સ્માર્ટ મોબાઇલ ફોન આપવા પડયા. ઓનલાઇન શિક્ષણ મેળવતા મેળવતા આપણા સંતાનો કયારે મોબાઇલના માયાવી રૂપના શીકાર થઇ ગયા છે તેનો આપણને અંદાજ આવ્યો નથી. આજના સ્માર્ટ ફોનમાં પાર વગરની જાત જાતની ગેમ્સ હોય છે બાળકોને ગેમ્સના રવાડે ચડી જતા વાર લાગતી નથી. એટલે તેનામાં એક જાતનું મોબાઇલ સાથે સતત વ્યસ્ત રહેવાનું ખુન્નસ જાગી ઉઠે છે એટલે વાલીઓની કોઇ સલાહ સુચના તેને ગમતી નથી. ઠપકો આપવામાં આવે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here