એસ.ઓ.જીની ટીમે માલિયાસણ પાસેથી અર્ટિગો કારમાંથી રૂ. ૬૬૦૦૦ નો દારૂ બિયરનો જથ્થો કબ્જે કરી બુટલેગરને પકડી પાડ્યો’તો ; પત્ની સગર્ભા હોય અને કામ ધધો નહિ મળતા દારૂની ખેપ મારી
અમદાવાદ હાઇવે પર માલિયાસણ પાસેથી આર્ટિગો કારમાંથી દારૂ – બિયરનો જથ્થો ઝડપી લેનાર બુટલેગરે પોલીસને ખોટી ઓળખ આપી ગેરમાર્ગે દોર્યાનું ખુલતા પોલીસે વધુ એક ગુનો દાખલ કર્યો છે.
Visit Saurashtra Kranti Homepage here
રાજકોટ અમદાવાદ હાઇવે પર એસ.ઓ.જીની ટીમે ચોક્કસ બાતમીના આધારે માલિયાસણ પાસેથી આર્ટીગો કારમાંથી ઈંગ્લીશ દારૂની ૧૫૬ બોટલ અને બિયર ટીન ૧૯૨ સાથે કુલ રૂ. ૬૬૦૦૦ નો જથ્થો કબ્જે કરી ચાલક ધવલ ઉર્ફ કાંતિ જીંજરીયા ( ઉ.વ ૨૭ રહે. મોરબી રોડ )ની ધરપકડ કરી કુલ રૂ. ૯,૯૧,૦૦૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો.
એસ.ઓ.જીની આરોપીની ઘરે રેડ કરવા જતાં સરનામું ખોટું અને વ્યક્તિની ઓળખ ખોટી આપી હોવાનું ખુલતા ફરી
બુટલેગરની કડક પૂછપરછ કરતા સાચું નામ હેમંત હીરા ટુડિયા ( ઉ.વ ૨૭ રહે. કનક નગર શેરી નંબર ૦૨ સંત કબીર રોડ) વાળા હોવાનું ખુલ્યું હતું.
પોલીસે જણાવ્યું હતું કે,પકડાયેલો શખસ કોમ્પ્યુટર ઇજનેર છે તેણે પૂછપરછ દરમિયાન એવી કેફિયત આપી હતી કે, હાલ તેની પત્ની સગર્ભા છે અને તેને કોઈ કામધંધો મળતો ન હોય
તેણે દારૂની ખેપ મારી હતી જોકે તે દારૂ કોની પાસેથી લાવ્યો હતો? તેમજ અગાઉ દારૂની ખેપ મારી છે કે કેમ? સહિતની બાબતો અંગે પોલીસે તપાસ યથાવત રાખી છે.
હાલ પોલીસે આરોપી પાસેથી રૂપિયા પાંચ હજારની કિંમતનો દારૂ કાર અને મોબાઇલ સહિત 9.91 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
Read About Weather here
તેમજ તેણે પોલીસ સમક્ષ પોતાની ઓળખ છુપાવી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરતા આ અંગે તેની સામે અલગથી ગુનો નોંધવામાં આવ્યો છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here