માણસના માથા પર ઉગી આવ્‍યા શિંગડા…!

માણસના માથા પર ઉગી આવ્‍યા શિંગડા…!
માણસના માથા પર ઉગી આવ્‍યા શિંગડા…!
બ્રાઝિલના ૨૮ વર્ષીય પેડ્રો કેન્‍સો એ લોકોમાંનો એક છે જેણે તેના માનવ સ્‍વરૂપની મજાક ઉડાવી હતી. મહાભાગ્‍યથી મનુષ્‍યનો જન્‍મ થાય છે, પરંતુ કેટલાક લોકોને આ સ્‍વરૂપ પસંદ નથી. એટલે જ તો જુદા દેખાવાની ઇચ્‍છામાં પોતાની જાત સાથે એટલા બધા પ્રયોગ કરે છે કે રાક્ષસથી ઓછા નથી લાગતાં. ટેટૂઝ અને સર્જરી દ્વારા કરવામાં આવેલા પરિવર્તનો કેટલીકવાર ખૂબ જ ડરામણા લાગે છે. લોકો તેને પસંદ નથી કરતા, તેમ છતાં જાણી જોઈને આવા પ્રયોગ કરનારાઓને કોઈ ફરક પડતો નથી.

Visit Saurashtra Kranti Homepage here

મનુષ્‍ય જન્‍મ્‍યા પછી પણ તેણે શેતાન કે રાક્ષસ બનવા માટે મહેનત કરી, એક ટેટૂ આર્ટિસ્‍ટે પોતાનામાં સેંકડો ફેરફાર કરીને શેતાન જેવો દેખાવ કર્યો છે.હવે વિચારો કે જો કોઈ વ્‍યક્‍તિના માથા પર શીંગડા દેખાય તો તમને કેવું લાગશે. એક નજરમાં, તમે ગભરાઈ જશો. જયારે પેડ્રો કેન્‍સો પણ ઘરની બહાર નીકળે છે, ત્‍યારે લોકો તેને શેતાન કહે છે. પરંતુ તેનાથી તેમને કોઈ ફરક પડતો નથી.

આખો ચહેરો વિમુખતા અને શરીર પર જયાં પણ હોય ત્‍યાં ટેટૂઝથી ભરેલો છે. એ જ તેમની ઓળખ છે. પેડ્રોએ પહેલા પોતાના હાથ પર માતાના નામનું ટેટૂ કરાવ્‍યું હતું, જે બાદ હવે તે આખા શરીરને ૧૦૦ ટકા ટેટૂથી ભરવા માંગે છે. તેણે પોતાના ચહેરાથી શરૂઆત કરી. આખો ચહેરો વાદળી રંગમાં રંગાયેલો છે.

ટેટૂ સુધી ઠીક છે પરંતુ તમે શા માટે એટલા અલગ દેખાવા માંગો છો કે લોકો માણસને માણસ જ ના સમજી શકે? પેડ્રોની સ્‍ટાઇલ જે તમને આંખનો અહેસાસ કરાવશે નહીં, તેણે આ તેવું કંઇ કર્યું છે. ફેસ ટેટુ કરાવી આંખોમાં પણ ટેટૂ કરાવ્‍યા અને સફેદ ભાગને કાળો કરી, માથા પર સિલિકોનનું લેયર લગાવીને શીંગડા જેવા દેખાવાનો પ્રયાસ કર્યો હતો. જીભને પણ શષાક્રિયા દ્વારા બે ભાગમાં માં કાપી નાખવી હતી.

Read About Weather here

તેમના આ વિચિત્ર સ્‍વરૂપ માટે સોશિયલ પ્‍લેટફોર્મ પર તેમને દ્યણી વિચિત્ર પ્રતિક્રિયાઓ મળે છે, ત્‍યારે દ્યણા લોકો એવા પણ છે જેમને તેમની આ હિંમત અને વિચારને કાયલ કરે છે. પેડ્રોના ઇન્‍સ્‍ટાગ્રામ પર પણ ૨૦ લાખથી વધુ ફોલોઅર્સ છે.હવે કાનનો વારો હતો એટલે તેના કાન કાપવા માટેનો પ્રયોગ કરવાનો. કલ્‍પના કરો કે કોઈ આવું ગાંડપણ કેવી રીતે કરી શકે. પરંતુ ૨૮ વર્ષીય પેડ્રોએ આ બધું જ કર્યું. પેડ્રો ૨ બાળકોનો પિતા પણ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here