અનેકવાર દાવો કરવામાં આવતો રહૃાો છે કે બ્રહ્માંડમાં એલિયન્સ છે અને તેઓ ઘણીવાર ધરતી પર આવતા રહૃાા છે
આ દરમિયાન બ્રિટનની એક મહિલા પાઉલા સ્મિથે દાવો કર્યો છે કે એલિયન્સે યૂએફઓમાં બેસીને તેનું ૫૦ વખત અપહરણ કર્યું છે. એટલું જ નહીં પાઉલાએ પોતાના દાવાના સમર્થનમાં અનેક પુરાવા પણ આપ્યા છે. બ્રેડફોર્ડ વિસ્તારની રહેવાસી પાઉલાએ કહૃાું કે, એલિયન્સ સાથે પહેલીવાર તેનો ભેટો ત્યારે થયો હતો જ્યારે તે એક નાની બાળકી હતી.
Subscribe Saurashtra Kranti here
પાઉલાએ જણાવ્યું કે બાળપણની ઘટના બાદ અત્યાર સુધી ૫૦ વાર એલીયન્સ તેમનું અપહરણ કરી ચુક્યા છે. પાઉલાએ પોતાના શરીર પર નિશાનની તસવીરો પણ બતાવી. તેનો દાવો છે કે અપહરણ દરમિયાન એલિયન્સે તેના શરીર પર આ નિશાન બનાવી દીધા હતા. તેણે એક એલિયનની તસવીર કાગળ પર બનાવીને કહૃાું કે તેઓ આવા દેખાય છે. પાઉલાએ કહૃાું કે, મેં 52 પરગ્રહી ઘટનાઓનો અનુભવ કર્યો છે. કોઈ ચેતવણી નથી આપવામાં આવી અને મેં એ અનુભવ્યું કે કંઇક થવા જઇ રહૃાું છે.
Read About Weather here
તેણે કહૃાું કે, આ અચાનકથી થયું. મેં બસ તેને સામાન્ય રીતે લીધું, નહીં તો હું પાગલ થઈ ગઈ હોત. તેણે દાવો કર્યો કે, યૂએફઓની અંદર તેને લઇ જવામાં આવતી હતી. તેણે કહૃાું કે, હું એક અંતરિક્ષ યાનમાં હતી અને એલિયન્સે તેને એવી ટેકનોલોજી બતાવી જે આપણી પાસે નથી. બ્રિટિશ મહિલાએ જણાવ્યું કે, એલિયન્સે તેને એક સ્લાઇડ શૉ બતાવ્યો જેનાથી મને અનુભવ થયો કે આ એક ફિલ્મ છે જેમાં બતાવવામાં આવ્યું છે કે માણસોની લાલચના કારણે ધરતી ખત્મ થઈ ગઈ.
પરિવહન વિભાગમાં કામ કરનારી પાઉલાએ દાવો કર્યો કે, જ્યારે તે ધરતી પર પરત ફરી તો તેના ચહેરા અને હાથ પર નિશાન હતા. તેમણે કહૃાું કે, વર્ષ ૧૯૮૨માં તેને પહેલી વાર અંતરિક્ષ યાન જોવા મળ્યું હતુ.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here