મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષે રાજીનામાની તૈયારી બતાવતા ખળભળાટ

45

રાજ્યના કોંગ્રેસ અધ્યક્ષના બદલાવના સમાચાર મીડિયામાં આવવા લાગ્યા ત્યારે મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ મચી ગઈ. આ અહેવાલો પર હવે મહારાષ્ટ્ર કોંગ્રેસ પ્રમુખ બાળાસાહેબ થોરાટનું નિવેદન બહાર આવ્યું છે. બાળાસાહેબ થોરાટે કહૃાું કે જો પાર્ટી પાસે પસંદગી હોય તો તેઓ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપવા તૈયાર છે. આપને જણાવી દઈએ કે બાલાસાહેબ થોરાટે સંગઠનના મહામંત્રી કેસી વેણુગોપાલને મળીને તેમના પદ પરથી રાજીનામું આપવાની ઓફર કરી હતી.

મહારાષ્ટ્ર સરકારમાં કેબિનેટ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષની ભૂમિકા નિભાવી રહેલા કોંગ્રેસ નેતા બાલાસાહેબ થોરાટે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષના રાજીનામાથી રાજ્યમાં કોંગ્રેસની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે.