મહાબલેશ્વરમાં જોવા મળ્યા અનીલ અંબાણી, વીડિયો વાયરલ થતા ગોલ્ફ કોર્સ કરાયું બંધ

269
મહાબલેશ્વર-અનીલ-અંબાણી
મહાબલેશ્વર-અનીલ-અંબાણી

અનિલ અંબાણી પોતાના પરિવાર સાથે મહાબલેશ્વરમાં રહી રહૃાા છે ત્યારે મુકેશ અંબાણી અને તેમનો આખો પરિવાર મુંબઈનું એન્ટીલિયા છોડીને જામનગરમાં આવેલી તેમની રિલાયન્સ ઈન્ડ્રસ્ટ્રીની ટાઉનશીપમાં રહેવા આવી ગયા છે

જાણીતા બિઝનેસમેન અનિલ અંબાણી ટુરિસ્ટ પ્લેસ મહાબલેશ્વરમાં લોકડાઉન દરમિયાન ફરતા જોવા મળ્યા હતા, આ વીડિયો વાયરલ થઈ રહૃાો છે. જેના પછી નગર પ્રશાસને ગોલ્ફ કોર્સને બંધ કરવાનો આદેશ આપ્યો છે. રિપોર્ટ અનુસાર, અંબાણી લોકડાઉન દરમિયાન ફરતા જોવા મળ્યા હતા જેના પછી આ આદેશ આપવામાં આવ્યો છે. મહારાષ્ટ્રમાં લોકડાઉન જેવી સ્થિતિમાં હરવા-ફરવાની મનાઈ છે. અનિલ અંબાણી પોતાની પત્ની ટીના અંબાણી અને બાળકો સાથે જાણીતી જગ્યા મહાબલેશ્ર્વર પહોંચી ગયા હતા.

Subscribe Saurashtra Kranti here

મહાબલેશ્વર પરિષદના પ્રમુખ અધિકારી પલ્લવી પાટીલે ચેતાવણી આપી છે કે, જો ગોલ્ફ કોર્સ હાલની પાબંદીઓ દરમિયાન લોકોને સવારે અથવા સાંજે ચાલવા આવવા માટે રોકી શકતી નથી તો ઈમરજન્સી પ્રબંધન અધિનિયમ અને મહામારી અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. પાટીલે કહૃાું છે કે, મેદાનમાં કેટલાક પરિવારના સભ્યોની સાથે અનિલ અંબાણીનો ચાલતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો જોવા મળી રહૃાો છે. વીડિયોના વેરિફિકેશન બાદ અમે ગ્રાઉન્ડના માલિકને નોટીસ મોકલી આપી છે અને સવારે અથવા સાંજે લોકોને ચાલવા આવવાની ના પાડી દેવામાં આવી છે.

તેમણે કહૃાું છે કે, નોટીસ જાહેર કર્યા પછી આ મેદાનને બંધ કરી દેવામાં આવ્યું છે અને લોકોની એન્ટ્રી પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. બ્રિટિશ કાળનું આ ગોલ્ફ કોર્સ સદાબહાર વનની વચ્ચે આવેલું છે. જોકે એક અધિકારીએ કહૃાું છે કે, અંબાણી હાલની લોકડાઉન જેવી સ્થિતિ આવતા પહેલા મહાબલેશ્વર આવી ગયા હતા અને અહીં એક બંગલામાં પોતાના પરિવાર સાથે રહેતા જોવા મળ્યા છે. હાલના કોરોનાની બીજી લહેરમાં સૌથી ખરાબ હાલત મહારાષ્ટ્રની જોવા મળી રહી છે, જ્યાં રોજના ૬૫ હજારની આસપાસ નવા કેસો નોંધાઈ રહૃાા છે અને ૧૫૦૦-૨૦૦૦ની આસપાસ રોજ કોરોનાને કારણે લોકોના મૃત્યુ થઈ રહૃાા છે.

Read About Weather here

અનિલ અંબાણી પોતાના પરિવાર સાથે મહાબલેશ્ર્વરમાં રહી રહૃાા છે ત્યારે મુકેશ અંબાણી અને તેમનો આખો પરિવાર મુંબઈનું એન્ટીલિયા છોડીને જામનગરમાં આવેલી તેમની રિલાયન્સ ઈન્ડ્રસ્ટ્રીની ટાઉનશીપમાં રહેવા આવી ગયા છે. આજે કોરોનાને કારણે દેશમાં ઓક્સિજનની અછત સર્જાતા રિલાયન્સે મદદ માટે પોતાના તમામ દરવાજા ખોલી દીધા છે અને તે રોજના લાખો ટનમાં ઓક્સિજનને દેશમાં અલગ-અલગ જગ્યાએ પહોંચાડી રહૃાા છે. આ સિવાય જામનગરમાં તે ૯૦૦ બેડની હોસ્પિટલ પણ બનાવી રહૃાા છે.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here