મહાનગર મુંબઇમાં ફરી ટે્રન મુસાફરી પર પ્રતિબંધ જાહેર થવાની સંભાવના

35
Saurashtra Kranti logo
saurashtra kranti logo

મહારાષ્ટ્રમાં છેલ્લા 48 કલાકમાં કોરોનાએ ઝબરો ઉછાળો માર્યો છે અને 8702 નવા કેસો નોંધાવા સાથે 48 કોરોના દર્દીઓના મૃત્યુ થયાનું નોંધાયું છે. પરીણામે સમગ્ર રાજય ફરી એક વખત લોકડાઉન તરફ ધસી રહયું છે એટલુ જ નહીં મહાનગર મુંબઇમાં પરાની ટ્રેનોમાં મુસાફરી કરવા પર વધુ એકવાર પ્રતિબંધ જાહેર થઇ શકે છે.

મુંબઇમાં ગઇકાલથી આજ સુધીમાં કોરોનાના નવા 1035 કેસ, મુંબઇની આસપાસ 1879 નવા કેસ, પુણેમાં 1690, આકોલામાં 1601, નાગપુરમાં 1512 અને અમરાવતીમાં 720 નવા કેસો નોંધાયા છે. એકલા મુંબઇમાં છેલ્લા કેટલાક દિવસોથી દૈનિક 1000 કેસો નોંધાઇ રહયા છે. પરિણામે નવા-નવા નિયંત્રણો લાગુ કરવાની વિચારણા કરવામાં આવી રહી છે. ઉપનગરીય ટ્રેન સેવાઓની વાત કરીએ તો મહાનગર વિસ્તારમાં લોકોને મર્યાદિત સંખ્યામાં ટે્રનમાં મુસાફરી કરવા દેવાનું વિચારાઇ રહયું છે. સંપુર્ણ પ્રતિબંધ કદાચ નહીં મુકાય પણ ટ્રેનોના સીડયુલમાં ફેરફાર કરવામાં આવી શકે છે.

અત્યારે દરોજ 30 લાખથી વધુ મુંબઇ ગરા પરાની ટ્રેનોમાં અવર-જવર કરી રહયા છે. મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરે ગઇકાલે જણાવ્યું હતું કે, 8 દિવસ સુધી પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ રાજય સરકાર લોકડાઉન અંગેનો નિર્ણય લેશે. અત્યારે લોકોને નોન-ટીક કલાકોમાં મુસાફરી કરવા દેવાય એવી શકયતા છે. આવશ્યક અને ઇમરજન્સી સેવાઓ માટે ટ્રેન વ્યવહાર ચાલુ રહેશે. પણ આમ જનતા માટે ઘણા બધા નિયંત્રણો લાગુ કરવામાં આવી શકે છે. મહારાષ્ટ્રમાં કોરોનાએ જોરદાર વેગ પકડયો છે અને કુલ 32 જિલ્લાઓમાંથી 28 જિલ્લાઓમાં સંક્રમણ ઝડપથી ફેલાઇ રહયું છે.