બે કોમર્શીયલ દુકાનો તોડી પડાઇ, 5 હજાર ચો.મીની જમીન પર ખડકાયેલ દબાણો દુર કરી 20 કરોડની જમીન ખુલ્લી કરાઇ
તાજેતરમાં કલેકટર તંત્ર દ્વારા રાજકોટનાં કોઠારીયાની 5245 ચો.મી. જમીન પર બનેલા અંદાજીત 30 થી વધુ ઔદ્યોગિક શેડ તોડી પાડી અંદાજીત 17 કરોડથી વધુ કિંમતની જમીન રૂ.5 કરોડનું બાંધકામ તોડી પડાયું હતું.
Visit Saurashtra Kranti Homepage here
શહેરનાં મવડી-પાળ ઉપર મવડી સર્વેનં. 1904 માં ખડકાયેલા ગેરકાયદેસર દબાણો તોડી પાડવામાં આવ્યા હતા. પાંચ હજાર જમીન ખુલ્લી કરાવાઈ. દક્ષિણ મામલતદાર દ્વારા ઓપરેશન હાથ ધરાયું હતું.
સરકારી જમીન પર બે મોટી દુકાન અને આજુબાજુમાં શેડ બનાવી દિવાલો ચણી લેવામાં આવી હતી. ભંગારનાં ડેલા માટે પતરા બનાવી શેડ બનાવ્યો અને પતરા નાખીને વંડા ઉભા કરી દીધા હતા. સરકારી જમીન હડપ કરવાના ઈરાદાથી સરકારી જમીનમાં ગેરકાયદેસર બાંધકામ ખડકી દીધું હતું.
Read About Weather here
14 વાડા-વંડા, એક ડઝન ઝુંપડા, કાચા મકાનો તોડી પાડી 5 હજાર ચો.મી.જમીન ખુલ્લી કરાવાઈ છે. જેની કિંમત આશરે 20 કરોડની છે. આજે સવારથી મવડીમાં દક્ષિણ મામલતદાર દંગી દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવેલ. આ કામગીરીમાં પીજીવીસીએલ ની ટીમ, તાલુકા પોલીસ ના.મામલતદાર સર્કલ, દક્ષિણ મામલતદાર સહિતનો સ્ટાફ હાજર રહ્યો હતો.(1.12)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here