મરઘીએ ઇંડાં આપવાનું બંધ કરતાં પોલ્ટ્રી ફાર્મના માલિકે પોલીસને કરી ફરિયાદ

332
મરઘીએ ઇંડાં આપવા
મરઘીએ ઇંડાં આપવા

ઔરંગાબાદ ખાતેની કંપની પાસેથી તેણે મરઘીઓનો ખોરાક ખરીદ્યો હતો

એક ફર્મ દ્વારા બનાવાયેલો ખોરાક ખાધા બાદ મરઘીઓએ ઇંડાં આપવાનું બંધ કરતાં પોલ્ટ્રી ફર્મના માલિકે પોલીસનો સંપર્ક સાધ્યો હતો. જોકે ફર્મ દ્વારા આ અંગે ભરપાઇ આપવાની તૈયારી દાખવવામાં આવ્યા બાદ કોઇ એફઆઇઆર દાખલ કરવામાં આવી નહોતી. ફરિયાદી સહિત આ વિસ્તારના અન્ય ચાર પોલ્ટ્રી ફાર્મના માલિકોએ પણ આ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. આથી તેમણે પોલીસને ફરિયાદ કરી હતી.

Subscribe Saurashtra Kranti here

ઔરંગાબાદ ખાતેની કંપની પાસેથી તેણે મરઘીઓનો ખોરાક ખરીદ્યો હતો. ફરિયાદીએ અરજીમાં કહૃાું હતું કે ખોરાક ખાધા બાદ પોલ્ટ્રી ફાર્મમાં મરઘીઓએ ઇંડાં આપવાનું બંધ કરી દીધું હતું. આ મામલે અહમદનગરના બ્લોક લેવલના પશુપાલન અધિકારીનો અમે સંપર્ક સાધ્યો હતો. અધિકારીએ જણાવ્યું હતું કે અમુક વખત અમુક પ્રકારનો ખોરાક મરઘિને અનુકૂળ જણાતું નથી અને તે ઇંડાં આપવાનું બંધ કરી દે છે, એવું ઘણી વખત જોવા મળે છે.

Read About Weather here

ભૂતકાળમાં પણ મરઘિને રોજ ખોરાક અપાતો હોય તેની જગ્યાએ નવો ખોરાક આપવામાં આવે તો તે ઇંડાં આપવાનું બંધ કરી દે એવી ઘટના બની છે. બાદમાં મરઘિને ફરી જૂનો ખોરાક અપાતા તે ફરી ઇંડાં આપવા લાગે છે, એમ અધિકારીએ કહૃાું હતું.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here