મમતા બેનર્જી પર હુમલો: ટીએમસીએ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી

9

પશ્ર્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર બુધવારે સાંજે નંદીગ્રામમાં થયેલ કથિત હુમલા મામલે ફરિયાદ લઈને તૃણમૂલ કોંગ્રેસ ચૂંટણી પંચ પાસે પહોંચ્યુ. ટીએમસીના સાંસદ ડેરેક ઓ બ્રાયન અને રાજ્ય સરકારમાં મંત્રી ચંદ્રિકા ભટ્ટાચાર્ય અને પાર્થ ચેટર્જીએ આજે બપોરે કોલકત્તામાં ચૂંટણી પંચના કાર્યાલય પહોંચીને અહીંના અધિકારીઓએ સાથે મુલાકાત કરી. ટીએમસી પ્રતિનિધિ મંડળે આ મામલે ચૂંટણી પંચને માંગ કરી છે કે તેમના પાર્ટી પ્રમુખ પર હુમલો કરનારા સામે કાર્યવાહી કરવામાં આવે.

ચૂંટણી પંચના કાર્યાલયમાંથી નીકળ્યા બાદ ટીએમસીના રાજ્યસભા સાંસદ ડેરેક ઓ બ્રાયને કહૃાુ કે ૯ માર્ચે પંચે ડીજીપીને બદલ્યા, આગલા દિવસે ૧૦ માર્ચે એક ભાજપ સાંસદે સોશિયલ મીડિયા પર લખ્યુ કે તમે સમજી જશો કે સાંજે ૫ વાગ્યા પછી શું થવાનુ છે. ત્યારબાદ બુધવારે સાંજે છ વાગે નંદીગ્રામમાં મમતા દીદી સાથે આ દૃૂર્ઘટના બની. આનાથી ઘણુ બધુ સમજમાં આવી રહૃાુ છે કે કઈ રીતે આ અંજામ આપવામાં આવ્યો છે. અમે ઈચ્છીએ છીએ કે આ ઘટનાની સચ્ચાઈ સામે આવે.