મમતા બેનર્જી એ જેપી નડ્ડાની ચડ્ડા,નડ્ડા,ફડ્ડા,ભડ્ડા કહી મજાક ઉડાવી..!

35
MAMTA BENRJI-બંગાળ
MAMTA BENRJI-બંગાળ

પશ્ર્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જ રાજ્યમાં વાર પલટવારનો સીલસીલો શરૂ થઈ ગયો છે. એક તરફ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પશ્ર્ચિમ બંગાળના પ્રવાસ દરમિયાન પરિવર્તન યાત્રા કાઢી રહૃાાં છે. જ્યારે બીજી બાજુ મમતા બેનરજી પણ એક પછી એક રેલીઓ ગજવી રહૃાાં છે. હવે મમતાનો એક વીડિયો વાયરલ થઈ રહૃાો છે જેમાં તે કોઈ વાત પર બરાબરની ભડાશ કાઢી રહૃાાં છે.

પશ્ર્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ થોડા સમય પહેલા જ નડ્ડા-ચડ્ડા-ફડ્ડા કહીને ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતાં. હવે તેમનો વધુ એક કંઈક આવો જ વીડિયો વાયરલ થયો છે જેને પણ ભારે ચર્ચા જગાવી છે.

મમતા બેનરજીએ તાજેતરમાં જ પૂર્વી બર્ધમાનના કલના અને મુર્શિદાબાદમાં એક રેલી કરી હતી. આ દૃરમિયાન તેમને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતાં. આ દૃરમિયાન તેમણે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતાં. આ રેલીની એક ક્લિપ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહી છે, જેમાં મમતા બેનરજી હંબા-હંબા. રંબા-રંબા, કમ્મા-કમ્મા, દુમ્મા-દુમ્મા, બુંબા-બુંબા, બંબા-બંબા બોલતા નજરે પડે છે. અનેક ટ્વિટર યુઝર્સે તેમના ટ્વિટ બનાવવાના પણ શરૂ કરી દીધા છે.

મમતાનો આ હાસ્યાસ્પદ વીડિયો કંઈ પહેલીવાર સામે નથી આવ્યો. આ અગાઉ પણ તે વિરોધ પક્ષો પર આ પ્રકારે રોષ ઠાલવી ચુક્યા છે. ગત ડિસેમ્બર મહિનામાં જ્યારે જેપી નડ્ડાના કાફલા પર પથ્થરમારો થયો હતો ત્યારે આ ઘટનાને મમતાએ માત્ર નાટક ગણાવતા ચડ્ડા, નડ્ડા, ફડ્ડા, ભડ્ડા કહીને મજાક ઉડાવી હતી.